NIFTY 10,118.85 +74.75  |  SENSEX 32,800.13 +202.95  |  USD 64.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • PM મોદીએ બાબા સાહેબના બ્હાને રાહુલ પર કર્યો જોરદાર કટાક્ષ

PM મોદીએ બાબા સાહેબના બ્હાને રાહુલ પર કર્યો જોરદાર કટાક્ષ

 | 1:28 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ દિલ્હી સ્થિત બાબા સાહેબ આંબેડકર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર પીએમ એ બાબા સાહેબના યોગદાનને યાદ કરવાની સાથે ઇશારામાં રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે કોઇનું પણ નામ લીધા વગર કહ્યું કે એક પરિવારને આગળ લઇ જવા માટે રાષ્ટ્ર નિર્માણમાં બાબા સાહેબના યોગદાનને દબાવામાં આવ્યું. પોતાની આગવી શૈલી મુજબ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેના ‘શિવ ભકત’ હોવાના નિવેદન પર જોરદાર કટાક્ષ કર્યો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 1992મા આ સેન્ટરનો પાયો નંખાયો હતો, પરંતુ અમારી સરકારે તેને પૂરું કર્યું. જે રાજકીય પક્ષ બાબા સાહેબના નામ પર વોટ માંગે છે…ખેર શું કહું…આજ કાલ તેમને બાબા સાહેબ કરતાં વધુ તો ભોલે બાબાની યાદ આવવા લાગી છે.

આપને જણાવી દઇએ કે ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ પોતાને શિવ ભકત ગણાવ્યા હતા. રાહુલ મંદિરોમાં જતા હતા તેને લઇ ભાજપા અને પીએમ પહેલાં પણ કટાક્ષ કરી ચૂકયા છે.

વડાપ્રધાને આ અવસર પર એમ પણ કહ્યું કે બાબા સાહેબના સપનાનું ભારત બનાવા માટે તેની સરકાર સતત કામ કરી રહી છે. પીએમ એ કહ્યું કે આ સરકારમાં બાબા સાહેબના જીવન સાથે જોડાયેલ મહત્વપૂર્ણ સ્થળોને તીર્થના રૂપમાં વિકસિત કરી રહ્યાં છે. દિલ્હીના અલીપુરમાં જે ઘરમાં બાબા સાહેબનું નિધન થયું, ત્યાં ડૉકટર આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું નિર્માણ કરાઇ રહ્યું છે.

પીએમ એ સેન્ટર બનાવામાં હપઇ મોડું થવાને લઇ પણ કૉંગ્રેસ સરકાર પર નિશાન સાંધ્યું. તેમણે કહ્યું કે આ સરકારમાં યોજનાઓમાં મોડું થવાને અપરાધિક બેદરકારી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે મિશન ઇન્દ્રધનુષ માટે ટાઇમ લિમિટને બે વર્ષ ઘટાડી દેવાઇ છે. તેના અંતર્ગત અત્યાર સુધી 2.5 કરોડથી વધુ બાળકો અને 70 લાખથી વધુ મહિલાઓનું રસીકરણ કરાવી ચૂકયા છે. પહેલાંની સરકારનો લક્ષ્યાંક 2020 સુધી દેશમાં સંપૂર્ણ રસીકરણ કવરેજને પ્રાપ્ત કરવાનો હતો. તેને ઘટાડીને હવે 2018 સુધીનું વર્ષ કરી દેવાયું છે.