Corona: PM Modi Talked With Russian President Putin On Call
  • Home
  • Corona live
  • કોરોના પર રશિયાએ મેળવ્યું નિયંત્રણ, PM મોદીએ પોતાના ‘દોસ્ત’ પુતિન સાથે ફોન પર કરી વાત

કોરોના પર રશિયાએ મેળવ્યું નિયંત્રણ, PM મોદીએ પોતાના ‘દોસ્ત’ પુતિન સાથે ફોન પર કરી વાત

 | 11:01 pm IST

કોરોના વાયરસને પહોંચી વળવા માટે દુનિયાનાં મોટા-મોટા દેશો અસફળ રહ્યા છે. તો રશિયાએ અત્યાર સુધી આ મહામારીથી જાનહાનિને રોકવામાં સફળતા મેળવી છે. દુનિયાનાં સૌથી શક્તિશાળી મનાતા દેશ અમેરિકાની આ વાયરસે કમર તોડી દીધી છે. ત્યાં મોતોની સંખ્યા 773 થઈ ગઈ છે. ઇટાલી, સ્પેન જેવા વિકસિત દેશ પણ COVID-19ની આગળ પસ્ત થઈ ચુક્યા છે. એક રિપોર્ટ અનુસાર રશિયામાં કોરોના વાયરસનાં કારણે એક વ્યક્તિનું મોત થયું છે.

રશિયામાં કોરોનાનાં કારણે ફક્ત એક જ મોત

રશિયા આ વાયરસને કંટ્રોલ કરવામાં કઇ રીતે સફળ થઇ રહ્યું છે કદાચ આ જ વાત જાણવા માટે પીએમ મોદીએ બુધવારનાં સાંજે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. જે રીતે દુનિયામાં કોરોના વાયરસે અત્યાર સુધી 19 હજાર લોકોનો જીવ લીધો છે તેવી સ્થિતિમાં મોદી અને પુતિનની વચ્ચે થયેલી આ વાતચીત ઘણી જ મહત્વની છે.

પુતિને દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું

બંને નેતાઓ વચ્ચે COVID-19ની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ. પ્રધાનમંત્રીએ રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે રશિયન અધિકારીઓની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે આવું આગળ પણ ચાલું રહેશે. રાષ્ટ્રપતિ પુતિને આ સંબંધમાં દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું. પીએમ મોદીએ પુતિનને એ વિશ્વાસ અપાવ્યો કે ભારત રશિયન નાગરિકોનાં સકુશળ પરત ફરવા માટે દરેક સંભવ પ્રયાસ કરશે.

મોદી અને પુતિને એકબીજાનો આભાર માન્યો

રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં COVID-19 ને અટકાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ માટે પીએમ મોદીની પ્રશંસા કરી. બંને નેતાઓએ આ વિશ્વ સંકટનાં તમામ પડકારોનો સામનો કરવા માટે પરસ્પર સહયોગ પર સહમતિ વ્યક્ત કરી. રશિયામાં ભારતીય નાગરિકો અને ભારતમાં રશિયન નાગરિકોનાં સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ માટે મોદી અને પુતિને એકબીજાનો આભાર માન્યો. પ્રધાનમંત્રીએ રશિયામાં મહામારીનાં મોત પર સંવેદના વ્યક્ત કરી. જે લોકો ઠીક થઇ ચુક્યા છે તેના પર ખુશી વ્યક્ત કરી.

રશિયામાં 658થી વધારે લોકો COVID-19થી સંક્રમિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી કે રાષ્ટ્રપતિ પુતિનનાં નેતૃત્વમાં રશિયા આ બીમારી સામે લડાઈ જીતશે. રશિયા અને ભારત બંને અત્યારે આ મહામારીનો સામનો કરી રહ્યા છે. ભારતમાં જ્યાં અત્યાર સુધી કોરોનાનાં 600 કેસ સામે આવ્યા છે. તો રશિયામાં પણ 658થી વધારે લોકો COVID-19થી સંક્રમિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન