PM Modi Talking About Night Of 7th September In Rohtak Haryana
  • Home
  • Featured
  • PM મોદીએ 7 સપ્ટેમ્બરની રાતને કરી યાદ, કહ્યું – 100 સેકેન્ડે આખા દેશને જગાડી દીધો

PM મોદીએ 7 સપ્ટેમ્બરની રાતને કરી યાદ, કહ્યું – 100 સેકેન્ડે આખા દેશને જગાડી દીધો

 | 8:45 pm IST

હરિયાણાનાં રોહતકમાં વિજય સંકલ્પ રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-2 લેન્ડિંગ સાથે જોડાયેલી વાતો યાદ કરી હતી અને કહ્યું કે 7 સપ્ટેમ્બરની રાત્રે 100 સેકન્ડે સફળતાની સંપૂર્ણ પરિભાષા બદલી દીધી છે. જો કે રોહતકમાં પીએમ મોદી બીજેપીનાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી રહ્યા હતા, પરંતુ રેલી પણ ચંદ્રયાનની લેન્ડિંગની રોમાંચક વાર્તાથી વંચિત ના રહી. પીએમ મોદીએ આ રેલીમાં ઇસરો સ્પિરિટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જેવી રીતે આપણે ખેલ ભાવનાનો ઉલ્લેખ કરીએ છીએ, હવે ઇસરોની ભાવનાની ચર્ચા થશે.

પીએમ મોદીએ કહ્યું કે, “ભારત 7 સપ્ટેમ્બરની રાતને ક્યારેય નહીં ભલે. 7 સપ્ટેમ્બરનાં મને એક જાત અનુભવ થયો. 7 સપ્ટેમ્બરનાં રાતનાં 1 વાગેને 50 મિનિટે આખો દેશ ટીવીની સામે નજર રાખીને બેઠો હતો. દેશ અને દુનિયા ચંદ્રયાનની ખુશખબરી માટે એક નજરે જોઇ રહી હતી. હવે થશે…હવે થશે…હવે થશે… 7 સપ્ટેમ્બરની રાતની 100 સેકેન્ડની ઘટનાએ દેશને 100 સેકેન્ડની અંદર જગાડી દીધો.”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “એક ઘટનાએ 100 સેકેન્ડની અંદર આખા હિન્દુસ્તાનને જોડી દીધું. હું કહીશ જેવી રીતે સ્પોર્ટ્સમેન સ્પિરિટની વાત કરવામાં આવે છે, હવે ઇસરો સ્પિરિટની વાત થશે.”

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “હવે દેશ નકારાત્મક સ્વીકારવા તૈયાર નથી. સફળતા-અસફળતાનાં અર્થને દેશે 100 સેકેન્ડની અંદર બદલી દીધો છે. હવે દેશ પુરૂષાર્થ અને પરાક્રમની પૂજા કરે છે. સવા સૌ કરોડ દેશવાસીઓનો મિજાજ તેમના જીવની સૌથી મોટી મૂડી છે.” વિરોધ પક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, “જેમને નિરાશા શોધવામાં આનંદ મળે છે, આશા અને વિશ્વાસની તાકાત શું હોય છે, સંકલ્પનું સામર્થ્ય શું હોય છે, આ હિન્દુસ્તાને 100 સેકેન્ડમાં બતાવી દીધું.”

આ વિડીયો પણ જુઓ: તાપીના વ્યારામાં હાફમેરેથોનમાં દોડવીરનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન