કર્ણાટકના CMના નામનું નવું નામાંકરણ કરી PM નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહારો - Sandesh
  • Home
  • India
  • કર્ણાટકના CMના નામનું નવું નામાંકરણ કરી PM નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહારો

કર્ણાટકના CMના નામનું નવું નામાંકરણ કરી PM નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહારો

 | 6:24 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના દાવનગેરેમાં ખેડુતોની રેલીને સંબોધી હતી. આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રીના નામનું નવું નામાંકરણ કરીને સત્તારૂઢ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. પીએમ મોદીએ કહ્યું હતું કે, કેટલાક લોકોને લાગતું હશે કે આ સિદ્ધારમૈયાની સરકાર છે પરંતુ આ ‘સીધા રૂપૈયા’ની સરકાર છે. દરેક કામમાં ‘સીધા રૂપૈયા’ હોય તો જ કામ થાય છે. હવે ‘સીધા રૂપૈયા’ જવા જોઈ અને એક ઈમાનદાર સરકાર આવવી જોઈએ.

વડાપ્રધાને કહ્યું હતું કે કે રીતે એક નાનો ટુકડો સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બનાવવા જઈ રહ્યો છે કંઈક આવી જ રીતે મુઠ્ઠીભર ચોખા કિસાનોનું ભાગ્ય બદલી નાખશે.

વડાપ્રધાન મોદીની ખેડુતોને અપીલ

પીએમ મોદીએ ખેડુતોને અપીલ કરી હતી કે, કર્ણાટકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાના જન્મ દિવસે ગામે ગામ અને ઘરે ઘર જઈને મુઠ્ઠીભર ચોખાના ક્રમમાં જોડાઈ જાવ.

સિદ્ધારમૈયાનું જવું નિશ્ચિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હવે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારનું જવું નિશ્ચિત છે. પાપના ભારથી એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે કર્ણાટકની નેતાગીરી અને કર્ણાટકતો શું કોંગ્રેસ પણ બચી નહીં શકે. દેશની જનતાને જ્યાં પણ મોકો મળ્યો ત્યાં તેમણે પહેલું જ કામ એ કર્યું છે કે કોંગ્રેસને હટાવો, કારણ કે દેશ હવે જાણી ગયો છે કે અમારી સમસ્યાનું મૂળ કોંગ્રેસી કલ્ચર છે. તેમણે કહ્યું હતું કે, કર્ણાટકમાં અહીંની જનતા-જનાર્દન ખુબ જ ઉત્સાહી છે. અમે કર્ણાટકની સરકાર પ્રત્યે લોકોમાં ગુસ્સો જોયો છે. કોંગ્રેસ પ્રત્યે જે હદે લોકોમાં નફરત છે તે પ્રકારની નફરત્ ખુબ ઓછી જોવા મળે છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ઉલ્લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મેં કર્ણાટકમાં આવીને એક વાત કહી હતી કે અમારી સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે. જો ખેતરથી બઝાર જતા કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો વીમો આપવાની શરૂઆત અમે કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, વરસાદ ન થવાની સ્થિતિમાં ખેડુતોને ન્યૂનતમ મૂલ્ય મળી જશે. અમે એકલા કર્ણાટકમાં આવી યોજના લાવ્યા જેનાથી 11 હજાર કરોડ રૂપિયાની ચુકવણી ખેડુતોને થઈ શકી. અમે આગામી પાંચ વર્ષમાં ખેડુતોની આવક ડબલ થાય તે માટે વૈજ્ઞાનિક પદ્ધત્તિઓ પર કામ કરી રહ્યાં છીએ.

અમીર ઘરોના લોકો ના કરી શક્યા ખેડુતોની ચિંતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમીર પરિવારમાં જન્મેલા લોકો ખેડુતોને ચિંતા જ ન કરી શક્યા. પરંતુ એક ચા વાળાએ ખેડુતોની ચિંતા કરી. 48 વર્ષ સુધી રાજ કર્યા બાદ પણ જે કામ ન થઈ શક્યું તે કામ અમે 48 મહિનામાં કરી બતાવ્યું છે.

કર્ણાટક સરકાર પૈસા જ ખર્ચી ન શકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની સત્તારૂઢ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, અહીંની સરકાર પૈસા જ ખર્ચ કરી શકી નથી. ભારત સરકાર દ્વારા પૈસાની ફાળવણી કરવામાં આવતી હોવા છતાં 500 કરોડ રૂપિયા એમને એમ જ પડ્યાં છે. જે પૈસા લોકોના સ્વાસ્થ માટે આપવામાં આવ્યાં હતાં તે પણ લોકો સુધી પહોંચ્યા નથી.