PM Modi telephonic talk with Donald Trump after 370
  • Home
  • Featured
  • આર્ટિકલ 370 હટાવ્યા બાદ PM મોદીએ પહેલીવાર ટ્રમ્પ સાથે કરી વાત, પાક. પર સાધ્યું નિશાન

આર્ટિકલ 370 હટાવ્યા બાદ PM મોદીએ પહેલીવાર ટ્રમ્પ સાથે કરી વાત, પાક. પર સાધ્યું નિશાન

 | 9:15 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પહેલીવાર ફોન પર વાતચીત કરી છે. એવા સમાચાર મળ્યા છે કે બન્ને નેતાઓ વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત થઈ. આ વાટાઘાટમાં બન્ને નેતાઓએ આંતકવાદ અને સીમા સુરક્ષા મુદ્દે વાતચીત કરી.

મીડિયા રિપોર્ટ મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર ક્ષેત્રમાં તણાવ ફેલાવવાનો આરોપ લગાવ્યો. બન્ને નેતાઓ વચ્ચે ક્ષેત્રીય સુરક્ષા અને શાંતિ સિવાય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. વડાપ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે ‘અમુક નેતાઓ દ્વારા’ ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ ક્ષેત્રની શાંતિ માટે લાભકારી નથી.

જ્યારે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને આંતક અને હિંસાથી મુક્ત વાતાવરણના નિર્માણ પર બળ આપ્યું અને કહ્યું કે એવા વાતાવરણમાં સરહદ પાર આતંકવાદની કોઈ જગ્યા ન હોવી જોઈએ. મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગરીબી, અશિક્ષા અને બીમારીથી જે કોઈ દેશ લડી રહ્યું છે તેની આ લડાઈમાં ભારત તેની સાથે છે. રાષ્ટ્રપતિથી વાતચીત દરમિયાન વડાપ્રધાને અફગાનિસ્તાનની આઝાદીના 100 વર્ષ પૂરા થવાની વાત પણ કહી. પીએમએ કહ્યું કે ભારતીય સંગઠિત, સુરક્ષિત, લોકતાંત્રિક અને સાચા માયનોમાં સ્વતંત્ર અફગાનિસ્તાન માટે હમેશાથી પ્રતિબદ્ધ રહ્યું છે અને આગળ પણ રહેશે.

આ સિવાય પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત દરમિયાન ઓસાકામાં બન્ને નેતાઓ વચ્ચે થયેલ વાતચીતને પણ યાદ કરી. આ દરમિયાન પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે ભારતના વાણિજ્ય મંત્રી અને અમેરિકાના વેપાર પ્રતિનિધિ એક-બીજાથી જલ્દી મુલાકાત કરશે અને બન્ને દેશો વચ્ચે વેપારથી જોડાયેલ દ્વિપક્ષીય મુદ્દાઓના ઉકેલ આપસી હિતમાં કરશે.

આ વીડિયો પણ જુઓ: ભારતીય પોસ્ટ ઓફીસે લોન્ચ કરી નવી યોજના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન