PM Modi to announce nationwide rollout of PDMH Mission on Sept 27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દરેક ભારતીયનું હશે યુનિક હેલ્થ ID, જાણો મોદી સરકારનો શું છે પ્લાન?

દરેક ભારતીયનું હશે યુનિક હેલ્થ ID, જાણો મોદી સરકારનો શું છે પ્લાન?

 | 2:04 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા સપ્તાહે એક મોટી યોજનાની શરૂઆત કરવાના છે. તેમાં દરેક ભારતીયને યુનિક હેલ્થ ID મળશે. પીએમ મોદી 27મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનને લોન્ચ કરશે. સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ તેની માહિતી આપી છે.

આપને જણાવી દઇએ કે યુનિક હેલ્થ આઇડીમાં એ શખ્સનો તમામ હેલ્થ રેકોર્ડ હશે. મળતી માહિતી પ્રમાણે જે યુનિક આઇડી મળશે તે લોકોના આધાર કાર્ડ અને મોબાઇલ નંબરની મદદથી બનશે. PH-DHMનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની સ્વાસ્થય સેવા પ્રણાલીને વધુ શ્રેષ્ઠ કરવાની છે. તેને હેલ્થકેરની જરૂપિયાનો વન-સ્ટોપ સોલ્યુશન બનાવાની તૈયારી છે.

પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન સ્કીમને પહેલાં નેશનલ ડિજિટલ હેલ્થ મિશન કહેતા હતા.

પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલે છે. તેના અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ, લદ્દાખ, લક્ષદ્વીપ અને પુડ્ડુચેરીમાં આંકડા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો