PM Modi To Manohar Lal Khattar In Meeting About Corona Situation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોના: બેઠકમાં હરિયાણા CMને વચ્ચે જ રોકી PM મોદીએ કહ્યું- આંકડાની જગ્યાએ, રણનીતિ જણાવો

કોરોના: બેઠકમાં હરિયાણા CMને વચ્ચે જ રોકી PM મોદીએ કહ્યું- આંકડાની જગ્યાએ, રણનીતિ જણાવો

 | 4:33 pm IST
  • Share

કોરોના (Corona) સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ મંગળવારના 8 રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે બેઠક (Meeting) કરી. આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar) પણ સામેલ થયા. મીટિંગ દરમિયાન જ્યારે હરિયાણા સીએમ (CM) પોતાના રાજ્યને લઇને વાત કરી રહ્યા હતા, ત્યારે તેમને પીએમ મોદીએ વચ્ચે જ ટોક્યા. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર પોતાના સંબોધન દરમિયાન રાજ્યમાં કોરોનાના આંકડાની જાણકારી આપી રહ્યા હતા.

રણનીતિ પર ફોકસ કરો

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વચ્ચે ટોકતા કહ્યું કે, આંકડા તો આપણી સામે પહેલા જ આવી ચુક્યા છે, તમે કોરોનાને રોકવા શું કરી શકાય, રણનીતિ કઈ અપનાવવામાં આવે તેના પર ફોકસ કરો. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકની શરૂઆતમાં એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતુ, જેમાં તમામ રાજ્યોના તાજા આંકડા, એક્ટિવ કેસ અને મોતની સંખ્યા વિશે જાણકારી આપવામાં આવી હતી.

પીએમ મોદીએ કુલ 8 રાજ્યોની સાથે બેઠક કરી

હરિયાણામાં છેલ્લા કેટલાક દિવસથી કેસ વધી રહ્યા છે અને દિલ્હીથી અડીને આવેલા શહેરોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યારે કુલ કોરોના કેસનો આંકડો સવા 2 લાખની નજીક છે, જ્યારે 20 હજારથી વધારે એક્ટિવ કેસ છે. પીએમ મોદીએ મંગળવારના કુલ 8 રાજ્યોની સાથે બેઠક કરી, જેમાં દિલ્હી, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કેરળ રાજ્યના મુખ્યમંત્રી સામેલ રહ્યા.

મમતા બેનર્જીએ કેન્દ્ર પાસે જીએસટીની રકમ આપવા માંગ કરી

આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રથી અતિરિક્ત આઈસીયૂ બેડ્સ આપવાની અપીલ કરી, તો પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર પાસે જીએસટીની બાકીની રકમ આપવા માંગ કરી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ બેઠકમાં સંબોધન આપ્યું અને કહ્યું કે યૂરોપ-અમેરિકામાં જે રીતે ફરીવાર કેસ વધવા લાગ્યા છે, આવામાં ભારતે પણ સતર્કતા રાખવી જોઇએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ-માસ્કને લઇને સખ્તાઈ હોવી જોઇએ.

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં સંક્રમણ વધતા તંત્ર સતર્ક બન્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન