PM Modi to Meet CMs of States Tomorrow to Review COVID Situation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તો શું ગુજરાતમાં ફરી લદાશે લોકડાઉન કે કરફ્યૂ? આજે PM મોદી લઈ શકે છે મોટો નિર્ણય

તો શું ગુજરાતમાં ફરી લદાશે લોકડાઉન કે કરફ્યૂ? આજે PM મોદી લઈ શકે છે મોટો નિર્ણય

 | 9:32 am IST
  • Share

ગુજરાતમાં (Gujarat) દિવાળી (Diwali) ટાંણે જ કોરોના વાયરસે (Corona Virus) ઉથલો મારતા અમદાવાદ (Ahmedabad), સુરત (Surat) , રાજકોટ (Rajkot) અને વડોદરા (Vadodara) જેવા શહેરોમાં સ્થિતિ વધારે ગંભીર બની છે. એક સમયે કાબુમાં આવી ગયેલી સ્થિતિ હવે અત્યંત ગંભીર બની છે. જેને લઈને કેન્દ્ર સરકાર (Central Government) પણ સતર્ક બની છે. આગામી સમયમાં શિયાળામાં (Winter) સ્થિતિ વધારે વકરવાની WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તો આ સ્થિતિમાં કોરોનાને ફેલાતો રોકવા શું ફરી એકવાર લોકડાઉન જાહેર કરવામાં આવશે કે કેમ? તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ (8 States Chief Minister) સાથે બેઠક કરશે. આ બેઠક સવારે 10 કલાકે વીડિયો કોન્ફરન્સ (Video Conference)  દ્વારા થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે બાકીના રાજ્યોના મુખ્યમંત્રી પીએમની સાથે યોજાનારી મહત્વની બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા અને વેક્સિન (Corona Vaccine) વિતરણની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે.

વડાપ્રધાન મોદી સાથેની આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, હરિયાણા, રાજસ્થાન અને છત્તીસગઢના CM જોડાશે. સૌકોઈની નજર ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર પર છે. અહીં અચાનક જ કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. તેથી શું અહીં ફરી એકવાર લોકડાઉન કે કરફ્યુ જેવા આકરા પ્રતિબંધો લાદવામાં આવશે કે કેમ તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની આ બેઠકમાં રાજ્યના વરિષ્ઠ અધિકારી પણ સામેલ થશે. એટલું જ નહીં કોરોના વેક્સિન વિતરણ માટે તૈયાર થનારી યોજનાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે.

કોરોનાની વેક્સિનની કાગડૉળે રાહ જોઈ રહેલા લોકો

હકીકતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે લોકો કોરોના રસીની રાહ જોઈ રહ્યાંછે. તેવામાં સવાલ ઉઠે છે કે કોવિડ-19 વેક્સિન સૌથી પહેલા કોને મળશે. તેના પર નીતિ આયોગે પ્રાથમિક રણનીતિ તૈયાર કરી લીધી છે. નીતિ આયોગના સભ્ય ડો વીકે પોલે જણાવ્યું કે, 1 કરોડ હેલ્થકેયર અને ફ્રંટલાઇન વર્કર્સને શરૂઆતી તબક્કામાં પ્રાથમિકતા આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન