PM Modi to visit US from September 21-27, MEA Confirms
  • Home
  • Featured
  • ઈમરાન ખાનને લબડધક્કે ચડાવ્યા અને PM મોદી માટે લાલ જાજમ બિછાવતુ અમેરિકા

ઈમરાન ખાનને લબડધક્કે ચડાવ્યા અને PM મોદી માટે લાલ જાજમ બિછાવતુ અમેરિકા

 | 8:40 pm IST

વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની અઠવાડિયા લાંબી મુલાકાતે જશે. તેઓ 21મીથી 27મી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં હશે.

૨૨મી સપ્ટેમ્બરે મોદી ટેક્સાસના હ્યુસ્ટનમાં હાઉડી મોદી ઇવેન્ટના ભાગરૂપે ભારતીય સમુદાયને સંબોધશે. એ વેળાએ વિક્રમસર્જક 50000 ભારતીય લોકો ઉપસ્થિત રહેશે એમ મનાય છે. અત્યાર સુધીમાં એનઆરજી સ્ટેડિયમ ખાતે યોજાનારા આ સંબોધન માટે 50 હજારો લોકોએ નામ નોંધાવી દીધા હોવાનું હ્યુસ્ટન સ્થિત ટેક્સાસ ઇન્ડિયા ફોરમે જણાવ્યું હતું.

આ પહેલાં 2014માં વડા પ્રધાન બન્યા બાદ ભારતીય અમેરિકનોને આ ત્રીજું મોટું સંબોધન કરશે. 2014માં ન્યૂયોર્કના મેડિસન સ્કેવર ગાર્ડન ખાતે અને 2016માં સિલિકોન વેલી ખાતે તેઓ ભારતીય અમેરિકનોને સંબોધન કરી ચૂક્યા છે. એ ઇવેન્ટમાં 20 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા. ૨૩મીએ મોદી ન્યૂયોર્કની મુલાકાત લેશે, જ્યાં તેઓ 2019 ક્લાઇમેટ એક્શન સમિટને સંબોધન કરશે.

અમેરિકાની મુલાકાત દરમિયાન ઇમરાન ખાન અને ટ્રમ્પ વચ્ચે મંત્રણાની સંભાવના

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ આ મહિને સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભામાં પહેલી વખત ભાગ લેવા માટે ન્યૂયોર્ક જશે. આ મહિનાના અંતે તેઓ અમેરિકાની મુલાકાત લેશે એ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે વખત મંત્રણા કરવાની તક તેમને મળી છે.

ખાનના કાર્યક્રમ મુજબ બે નેતાઓ પહેલી વખત બપોરના ભોજન અને એ બાદ હાઇ ટી વખતે એકબીજા સાથે મંત્રણા કરી શકે છે. ઇમરાન ખાન ૨૧મીએ ન્યૂયોર્ક પહોંચશે. તેઓ 27મીએ સભાને સંબોધન કરશે. ઇમરાન ખાન વિશ્વના બીજા નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન