PM Modi took a video out of his phone before reaching Kevdiya
  • Home
  • Videos
  • Featured Videos
  • PM મોદી કેવડિયા પહોંચ્યા એ પહેલા પોતાના ફોનમાં એક વીડિયો ઉતારી લીધો, એમા શું હતું?

PM મોદી કેવડિયા પહોંચ્યા એ પહેલા પોતાના ફોનમાં એક વીડિયો ઉતારી લીધો, એમા શું હતું?

 | 10:09 am IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના 70માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે માદરે વતન ગુજરાતમાં જન્મ દિવસ ઊજવવા સોમવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પાટનગર ગાંધીનગરમાં રાજભવન ખાતે રાતવાસો કર્યા બાદ તેઓ વહેલી સવારે માતા હીરાબાને મળી તેમના આશીર્વાદ મેળવાના હતા. પરંતુ કાર્યક્રમ ફેરફાર થયા બાદ પીએમ મોદી માતા હીરાબાને ગાંધીનગર મળ્યા પહેલાં તેઓ કેવડિયા ખાતે પહોંચ્યા હતા.

મોદીએ અહીં પ્રથમવાર 138.68 મીટર સર્વોચ્ચ સપાટીથી છલકાયેલા નર્મદા ડેમના નીર જોવા માટે પધાર્યા હતા. પરંતુ એ પહેલા પીએમ મોદીએ હેલિકોપ્ટરમાં બેઠા બેઠા એક વીડિયો ઉતારી લીધો અને પોતાનાં ટ્વીટર પર શેર કર્યો છે કે જે હાલમાઁ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિ઼ટીનો ટોપ વ્યૂ બતાવ્યો છે અને આ વીડિયો રેકોર્ડ કરી ટ્વીટર પર અપલોડ કર્યો હતો અને લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. મોદીએ ટ્વીટર પર વીડિયો શેર કરીને સરદાર પટેલને યાદ કર્યા હતા. તો જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન