વડાપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની કરી સમીક્ષા, 500 કરોડની કરી તત્કાળ સહાય - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વડાપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની કરી સમીક્ષા, 500 કરોડની કરી તત્કાળ સહાય

વડાપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની કરી સમીક્ષા, 500 કરોડની કરી તત્કાળ સહાય

 | 8:29 pm IST

સાબરકાંઠા, ડીસા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદી પુરને પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાત સમીક્ષા કરી હતી. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સત્વરે કરેલા કાર્યને બિરદાવ્યા હતા. પીડિતોની પડખે રહેવા બદલ તેમના વખાણ કર્યા હતા. ગુજરાતમાં  વરસાદી સંકટને પગલે ઉદભવેલી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા તત્કાળ રૂ 500 કરોડની રાહત સહાય પહોંચાડવામાં આવશે. સર્વેની કામગીરી હાથ ધરાયા પછી જે પણ જરૂરી હશે તેટલી સહાય કરવામાં આવશે.  તેમ વડાપ્રધાને કહ્યું હતું.

ખેડૂતોને જે નુકસાન થયું છે તેમાં શક્ય તેટલી મદદ કરવામાં આવશે, તેવી હૈયાધારણ પણ આપવામાં આવી હતી.

વડાપ્રધાને અમદાવાદમાં વિદાય વેળાએ કરેલા સંબોધનમાં કહ્યું હતું કે કુદરતી આફતમાં જે લોકોએ પોતાના જીવ ખોયા છે તેમના સ્વજનોને મુખ્યમંત્રીએ તત્કાળ સહાય કરી છે તેમ છતાં વડાપ્રધાન રાહત કોશમાંથી બે લાખ રૂપિયા સહાય કરાશે. જ્યારે ઘાયલોને 50હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે.

PM મોદી 45 મિનીટથી અમદાવાદ એરપોર્ટ પર રહ્યાં હતા. CM અને મહેસુલ મંત્રી તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સમગ્ર પરિસ્થીતીનો ચિતાર મેળવ્યો હતો.  જળ હોનારત પર PM મોદીએ અધિકારીઓએ તૈયાર કરેલા પ્રેઝન્ટેશનને નિહાળ્યું હતું. ઉ.ગુજરાતની પૂરની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

વડાપ્રધાને કહ્યું હતું કે મને ગુજરાતના લોકોની શક્તિમાં વિશ્વાસ છે.