PM Modi Tribute Speech For Sushmra Swaraj In Tribute Ceremony
  • Home
  • Featured
  • તો કંઇક આવા હતા સુષ્મા સ્વરાજ, ખુદ PM મોદીએ શ્રદ્ધાંજલિ સભામાં ખોલ્યા રાઝ

તો કંઇક આવા હતા સુષ્મા સ્વરાજ, ખુદ PM મોદીએ શ્રદ્ધાંજલિ સભામાં ખોલ્યા રાઝ

 | 7:48 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારનાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને યાદ કરતા ઘણી વાતો જણાવી. તેમણે કહ્યું કે, “સુષ્મા જી સૌ માટે પ્રેરણાનાં સ્ત્રોત હતા. વ્યવસ્થા અંતર્ગત, અનુશાસન અંતર્ગત, જે પણ કામ મળે તેને જીવ લગાવીને કરવું અને વ્યક્તિગત જીવનમાં ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પણ કરવું, કાર્યકર્તા માટે આનાથી મોટી પ્રેરણા કોઈ હોઈ ના શકે.”

જ્યારે ચૂંટણી ના લડવાનો લીધો નિર્ણય

પીએમ મોદીએ કહ્યું કે, “આ વખતે તેમણે (સુષ્મા) ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો. એકવાર તેમણે પહેલા પણ આવુ કર્યું હતુ, ત્યારે હું અને વેકૈંયા જી તેમને મળ્યા. તેમણે ના કહી, પરંતુ જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તમે કર્ણાટક જાઓ અને ખાસ પરિસ્થિતિમાં આ ચૂંટણી લડો. પરિણામ લગભગ-લગભગ નિશ્ચિત હતુ, પરંતુ આ પડકારરૂપ કામ હતુ, પાર્ટી માટે તેમણે આ કામ કર્યું. આ વખતે હું તેમને સમજાવતો હતો કે સૌ સંભાળી લેશે, પરંતુ આ વખતે તેમણે કોઇનું ના સાંભળ્યું. તેઓ પોતાના વિચારોનાં પાક્કા હતા.”

પરિણામ આવતા જ મકાન કર્યું ખાલી

પીએમ મોદીએ કહ્યું કે, “કોઈ સાંસદ જ્યારે સાંસદ નથી રહેતો, ત્યારે સરકારે તેને મકાન ખાલી કરાવવા માટે ઘણીવાર નોટિસ મોકલવી પડે છે. સુષ્મા જીએ બધું જ સમેટવાનું નક્કી કરી લીધું હતુ. ચૂંટણી પરિણામ આવ્યા, તેમની જવાબદારી પૂર્ણ થઈ તો તેમણે પહેલું કામ એ કર્યું કે મકાન ખાલી કરીને પોતાના ખાનગી નિવાસ્થાને જાય. સાર્વજનિક જીવનમાં આ ઘણું બધું કહે છે.”

પીએમ મોદીને મળતા હતા ત્યારે “જય શ્રીકૃષ્ણ” કહેતા

પીએમ મોદીએ કહ્યું કે, “તેમનું ભાષણ પ્રભાવી હોવાની સાથે પ્રેરક પણ હતુ. તેઓ કૃષ્ણભક્તિમાં સમર્પિત હતા. અમે જ્યારે પણ મળતા હતા તેઓ જય શ્રીકૃષ્ણ કહેતા હતા. હું તેમને જય દ્વારકાધીશ કહેતો હતો, પરંતુ કૃષ્ણનો સંકેત તેઓ જીવતા હતા. તેમના જીવનને જોઇએ તો ખબર પડે કે કર્મણ્યેવાધિકારસ્તે શું હોય છે.”

પીએમ મોદીએ કહ્યું કે, “વિશેષતા જુઓ કે તેઓ સેંકડો ફોરમમાં જમ્મુ-કાશ્મીરની સમસ્યા પર બોલ્યા હશે. કલમ 370 પર બોલ્યું હશે. એક રીતે તેઓ આની સાથે જીવથી જોડાયેલા હતા. જ્યારે જીવનની આટલી મોટી ખુશી પૂર્ણ થાય છે અને ખુશી સમાતી નથી… સુષ્મા જીનાં ગયા બાદ જ્યારે હું બાંસુરીને મળ્યો તો તેમણે કહ્યું કે એટલા ખુશી ખુશીથી તેઓ ગયા છે કે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એક પ્રકારે ઉમંગથી ભરાયેલું મન નાચી રહ્યું હતુ અને આ ખુશીની ક્ષણોને જીવતા જીવતા તેઓ શ્રીકૃષ્ણનાં ચરણમાં પહોંચી ગયા.”

આ વિડીયો પણ જુઓ: સુષ્મા સ્વરાજને PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન