PM modi tweets after BJP's win in Gujarat municipal elections
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાત મનપાની ચૂંટણીમાં BJPની ધમાકેદાર બેટિંગથી PM મોદી ખુશ, કર્યું ટ્વીટ

ગુજરાત મનપાની ચૂંટણીમાં BJPની ધમાકેદાર બેટિંગથી PM મોદી ખુશ, કર્યું ટ્વીટ

 | 8:11 pm IST
  • Share

ગુજરાત મહાનગર પાલિકાની ચૂંટણી (Gujarat Municipal Election) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આખા રાજ્યમાં મહાનગર પાલિકાના પરિણામ એ સાબિત કરે છે કે લોકોનો ગૂડ ગવર્નન્સ (Good Governance)માં વિશ્વાસ યથાવત છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘ગુજરાત મહાનગર પાલિકાના પરિણામો લોકોની વિકાસની રાજનીતિ અને ગૂડ ગવર્નન્સ પ્રત્યે ભરોસો દર્શાવે છે. રાજ્યની જનતાને બીજેપીમાં ફરી ભરોસો વ્યક્ત કરવા માટે ધન્યવાદ કરું છું. ગુજરાતની સેવા કરવી ગર્વની વાત છે.’

બીજેપીએ તમામ 6 મહાનગર પાલિકામાં જીત નોંધાવી

ઉલ્લેખનીય છે કે બીજેપીએ તમામ 6 મહાનગર પાલિકામાં જીત નોંધાવી છે. જો કે અંતિમ પરિણામો થોડીકવાર પછી જાહેર થશે. બીજેપીએ અત્યાર સુધી 449 સીટો પર જીત નોંધાવી છે, જ્યારે કૉંગ્રેસને 44, આમ આદમી પાર્ટીને 44 અને બીએસપીને 3 સીટો પર જીત મળી છે. અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ પણ રાજ્યમાં ખાતું ખોલાવ્યું છે અને 4 સીટો પર જીત નોંધાવી છે.

બીજેપીના તમામ કાર્યકરોના પ્રયત્નોની પ્રશંસા કરી

પીએમ મોદીએ એક અન્ય ટ્વીટમાં કહ્યું કે, ‘હું ગુજરાત બીજેપીના તમામ કાર્યકરોના પ્રયત્નોની પ્રશંસા કરું છું, જેઓ લોકો પાસે ગયા અને તેમને રાજ્ય માટે અમારી પાર્ટીના વિઝન વિશે જણાવ્યું. ગુજરાત સરકાર લોકોના હિત માટે નીતિઓ બનાવે છે જેની અસર આખા રાજ્ય પર થાય છે.’ પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આજે આખા ગુજરાતમાં જીત ઘણી ખાસ છે. છેલ્લા લગભગ 2 દશકથી રાજ્યની સેવા કરી રહેલી પાર્ટીએ જે રેકૉર્ડ બનાવ્યો છે તે ધ્યાને લેવા લાયક છે. સમાજના તમામ વર્ગો, ખાસ કરીને ભાજપ પ્રત્યે ગુજરાતના યુવાઓનું સમર્થન જોવું ખુશીની વાત છે.”

CM રૂપાણી અને નીતિન પટેલે કર્યું ટ્વીટ

પીએમ મોદી પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણી પરિણામ માટે મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો. રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે, ‘ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષકોને એક વિષય પ્રદાન કર્યો છે, જે એ વિશે અભ્યાસ કરી શકે છે કે કઈ રીતે સત્તા વિરોધી મોજાનો સિદ્ધાંત લાગુ રાજ્ય (ગુજરાત)માં લાગુ નથી થતો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન