#MainBhiChowkidar: PM Modi Tweets Video, Launches Campaign For LokSabhaElection 2019
  • Home
  • Election 2019
  • PM મોદીએ ‘મેં ભી ચોકીદાર’નું કેમ્પેઇન કર્યું લોન્ચ, 3.45 મિનિટનો Video કર્યો શેર

PM મોદીએ ‘મેં ભી ચોકીદાર’નું કેમ્પેઇન કર્યું લોન્ચ, 3.45 મિનિટનો Video કર્યો શેર

 | 10:13 am IST

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ લોકસભા ચૂંટણીનો ખૂબ જ આક્રમક અંદાજમાં પ્રચાર શરૂ કરી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો રજૂ કરી ‘મેં ભી ચોકીદાર’ મુહિમની શરૂઆત કરી છે. આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. વીડિયોના અંતમાં 31મી માર્ચના રોજ સાંજે 6 વાગ્યે પીએમ મોદી સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે.

પીએમે ટ્વીટ કરી કહ્યું , ‘તમારો ચોકીદાર ડગ્યા વગર ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે. પરંતુ અહીં હું એકલો નથી. દરેક વ્યક્તિને ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બુરાઇથી લડી રહ્યો છું તે ચોકીદાર છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યા છે #MainBhichowkidar’

પીએ મોદીએ ટ્વિટર પર 3.45 મિનિટનો વીડિયો રજૂ કર્યો છે. આ વીડિયોમાં સરકારના કામોને પણ દેખાડ્યા છે. વીડિયોના અંતમાં પણ ચોકીદાર મુહિમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 31મી માર્ચના રોજ સાંજે 6 વાગ્યે જોડાવાનું આહ્વાન કર્યું છે. આ કેમ્પેઇનમાં જોડાનારને પીએમ મોદી વ્યક્તિગત રીતે જવાબ આપશે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ‘ચોકીદાર ચોર હૈ’ના આરોપ મૂકતા રહ્યાં છે. ત્યારે પીએમ મોદીએ તેની સામે કેમ્પેઇન કર્યું લોન્ચ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન