PM Modi Twitted That He Might Left Using Social Media
  • Home
  • Featured
  • આ રવિવારે જ સોશિયલ મીડિયાને ‘ગૂડબાય’ કહી દેશે PM મોદી, કર્યું ચોંકાવનારું ટ્વીટ

આ રવિવારે જ સોશિયલ મીડિયાને ‘ગૂડબાય’ કહી દેશે PM મોદી, કર્યું ચોંકાવનારું ટ્વીટ

 | 9:21 pm IST

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા અને ત્યારબાદ સતત ફેલાઈ રહેલી અફવાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ ચોંકાવનારું ટ્વિટ કર્યું છે કે તેઓ સોશિયલ મીડિયાને છોડી શકે છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે, ‘આ રવિરવાર, ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડવાનું વિચારી રહ્યો છું. તમને બધાને પોસ્ટ કરતો રહીશ.’ તેમણે પોતાના વ્યક્તિગત ટ્વિટર હેન્ડલથી આ જાણકારી આપી છે.

સોશિયલ મીડિયા ના છોડવા યૂઝર્સ કરી રહ્યા છે વિનંતી

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનાં ટ્વિટર પર 5 કરોડ 33 લાખથી વધારે ફોલોઅર્સ છે. ફેસબૂક પર પીએમ મોદીનાં 4 કરોડ 47 લાખ અને ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ છે. પ્રધાનમંત્રી મોદીનાં આ ટ્વિટથી લોકો ચોંકી ગયા છે. તેમના ટ્વિટ હેન્ડલ પર લોકો પોસ્ટ કરીને તેમને આવુ ના કરવાની વિનંતી કરી રહ્યા છે. કેટલાક ટ્વિટમાં એ પણ લખવામાં આવ્યું કે તેમના કારણે તેઓ ટ્વિટરથી જોડાયા, આ કારણે તેઓ સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય ના લે.

મોદીની સફળતા અને સોશિયલ મીડિયા

પીએમ મોદીની રાજકીય સફળતામાં સોશિયલ મીડિયાને એક મોટો શ્રેય આપવામાં આવે છે. ગુજરાતનાં સીએમથી દેશનાં પીએમ સુધીની સફર જે ઝડપથી વધી તે માટે રાજકીય પંડિતો સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતાને ઘણી જ મહત્વની માને છે. ગુજરાતનાં સીએમ તરીકે જ તેઓ સોશિયલ મીડિયા પર ઘણા જ લોકપ્રિય થઈ ગયા હતા. યુવાઓ વચ્ચે તેમની ઓળખ પણ સોશિયલ મીડિયાનાં કારણે બની. પીએમ મોદીની સક્રિયતા અને સફળતા બાદ મોટાભાગનાં નેતાઓએ સોશિયલ મીડિયા તરફ ઝંપલાવ્યું. આજે ધારાસભ્યો અને સાંસદોને ટિકિટ આપતા સમયે પણ તમામ પાર્ટીઓ ઉમેદવારોની સોશિયલ મીડિયા પર સક્રિયતાને ધ્યાનમાં લે છે.

આ વિડીયો પણ જુઓ: તાપીના સોનગઢમાં ત્રિપલ અકસ્માત, 10ના મોતની આશંકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન