PM Modi visit to Narmada Sardar Sarovar Dam in Gujarat
  • Home
  • Featured
  • ગુજરાતના લાડલા સપૂત PM મોદી સરદાર સરોવર ડેમની મુલાકાતે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ વિશે

ગુજરાતના લાડલા સપૂત PM મોદી સરદાર સરોવર ડેમની મુલાકાતે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ વિશે

 | 9:39 am IST

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. આજના દિવસે પીએમ મોદી નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમ ખાતે નર્મદાના નીરના વધામણાં કર્યા. જ્યાં પાણી પહેલીવાર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. પીએમ મોદીના સ્વાગત માટે ડેમને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. તો આવો જાણીએ પીએમ મોદીના સંપૂર્ણ કાર્યક્રમ વિશે….

સોમવારે રાતે અમદાવાદ પહોંચ્યા બાદ મંગળવાર સવારે 69માં જન્મદિવસ નિમિત્તે પીએમ મોદી નર્મદા જિલ્લાના કેવડિયામાં સરદાર સરોવર ડેમ ની મુલાકાત લીધી. ત્યાર બાદ પીએમ મોદી ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’માં સામેલ થશે. જોકે આ પહેલા જે કાર્યક્રમ નક્કિ કરવામાં આવ્યો હતો તે મુજબ પીએમ મોદીએ ગાંધીનગરથી કેવડિયા માટે રવાનગી પહેલા માતા હીરા બાને મળી તેમના આશીર્વાદ લેવાના હતા પરતું પછી આ કાર્યક્રમને સ્થગિત કરવામાં આવ્યો. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેવડિયાથી પરત ફરી પીએમ મોદી માતા હીરા બા સાથે મુલાકાત કરશે.

આપને જણાવી દઈએ કે ગુજરાતની જીવનરેખા ગણાતા એવા સરદાર સરોવર ડેમ હાલ સંપૂર્ણ રીતે ભરાયો છે. આ ડેમનું ઉદઘાટન પણ પીએમ મોદીએ 17 સપ્ટેમ્બર, 2017ના રોજ કર્યું હતું. કેવડિયા ડેમ પહોંચ્યા બાદ પીએમ મોદી એક સભાને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના આ કાર્યક્રમમાં પહોંચવા માટે 10 હજારથી વધુ લોકો પહોંચ્યા હોવાના અનુમાન છે. જેમાં નર્મદા, ભરૂચ અને છોટા ઉદયપુર જિલ્લાના લોકો સામે છે. પીએમ મોદી સંબોધન બાદ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લેશે અને વિકાસ પરિયોજનાઓનું નિરીક્ષણ કરશે. પીએમ મોદી કેવડિયા પાસે ગરૂડેશ્વર સ્થિત દત્ત મંદિરમાં દર્શન પણ કરશે.

હાલ પીએમ મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક અને જંગલ સફારીની PM મોદીએ મુલાકાત લીધી છે. જંગલ સફારીમાં દેશ વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓને રાખવામાં આવ્યા છે. અહીં રમતગમત સાથે જ્ઞાન પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા નદીની પૂજા સમયે ખાસ પુજારીઓ નર્મદાષ્ટક સાથે પંચોપચાર પુજા કરાવાશે.

આ વીડિયો પણ જુઓ: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે કરાયું ભવ્ય સ્વાગત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન