PM Modi Wants A Detailed Plan For Covid-19 Vaccination
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • જો કોરોના વાયરસની પહેલી વેક્સિન બની તો કોને મળશે? ખુદ PM મોદીએ કર્યો ખુલાસો

જો કોરોના વાયરસની પહેલી વેક્સિન બની તો કોને મળશે? ખુદ PM મોદીએ કર્યો ખુલાસો

 | 4:54 pm IST
  • Share

કોરોના વાયરસની વેક્સીન સાથેની તૈયારીઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપવામાં આવી હતી. આજે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે અધિકારીઓ દ્વારા કોરોનાને લઈને ભરવામાં આવેલા પગલાની જાણકારી મેળવી હત. પીએમ મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતાં કે સમયસર કોરોનાની વેક્સીન બનાવવા અને તેને લોકો સુધી પહોંચાડવાની ટેક્નિકનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે.

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, દેશભરમાં મોટા પાયે વેક્સિનેશન હાથ ધરવાની યોજના પણ અગાઉથી જ તૈયાર કરી લેવામાં આવે. ભારતમાં એક કોવિડ-19ની વેક્સિનની હ્યૂમન ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. જ્યારે બાકીની ત્રણ વધારે વેક્સિન વિકસીત થવાની તૈયારીમાં જ છે.

પહેલી કોરોના વેક્સિનની હ્યૂમન ટ્રાયલ શરૂ

ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ મળીને આ ઈનએક્ટિવેટેડ વેક્સિન તૈયાર કરી લીધી છે. તેને COVAXIN નામ આપવામાં આવ્યું છે. આ SARS-CoV-2ના એક સ્ટ્રેનથી બનાવવામાં આવી છે અને પ્રી-ક્લિનિકલ સ્ટડીઝમાં તેના સારા પરિણામો સામે આવ્યા છે. DGCIએ તેના ફેઝ 1 અને ફેઝ 2ની હ્યૂમન ક્નિનિકલ ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે જે જુલાઈમાં શરૂ પણ થઈ જશે.

વેક્સિન ભલે કોઈ પણ દેશ બનાવે પણ ભારતને નજર અંદાજ નહીં કરી શકે

જો ભારતની વેક્સિન સફળ  ના રહે તો ભારત દુનિયામાં કોઈ પણ દેશ દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન ભારતને જેમ બને તેમ જલદી મળે તેના પ્રયાસ ઝડપી બનાવવામાં આવ્યા છે. સરકારે વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા, વડાપ્રધાનના પ્રિંસિપલ સાઈંટિફિક એડવાઈઝર ડૉ, કે વિજયરાઘવન અને ડિપાર્ટમેંટ ઓફ બાયોટેક્નોલોજીને તેની જવાબદારી સોંપવામાં આવી છે. વિજયરાઘવનના જણાવ્યા પ્રમાણે જો કોઈ ઓપણ ભારતીય્ય વેક્સિન ના બની શકે તો પણ ડિસ્ટ્રીબ્યૂશનમાં ભારતનો હાથ રહેશે જ કારણ કે, દુનિયાના અન્ય દેશો સુધી વેક્સિન પહોંચાડવામાં ભારતનો મહત્વનો રોલ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં બલ્ક વેક્સિન મેન્યુફેક્ચરિંગની સાઈઝ અને ક્ષમતા ઘણી વધારે છે અને દુનિયામાં જાણીતી પણ છે. મોટી મલ્ટિનેશનલ કંપનીઓ ઉપરાંત બ્રાઝીલ, ચીન, ઈન્ડોનેશિયા અને બહરત પાસે ઘણી ક્ષમતા છે. જેથી વેક્સિન કોઈ પણ બનાવે પણ ભારતને નજર અંદાજ કરી શકાય નહીં.

સૌથી પહેલા કોને મળશે વેક્સિન? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન ડિસ્ટ્રીબ્યૂશનને લઈને કેટલાક સિદ્ધાંત બનાવ્યા છે. સૌથી પહેલા ટીકાકરણ તેમનું જ કરવામાં આવશે જેમને વધારે ખતરો છે. આવા લોકોન્ની ઓળખ કરી લેવામાં આવી છે. જેમ કે ડોક્ટર્સ,નર્સો, હેલ્થકેર પ્રોફેશનલ્સ, નોન-મેડિકલ ફ્રંટલાઈન વર્કર્સ વગેરે. ટીકાકરણમાં કોઈ પણ પ્રકારના નિવાસ પ્રમાણ પાત્ર જેવી બાધ્યતા નહીં રહે. વેક્સિન માત્ર સસ્તી હોય તે જરૂરી નથી પણ બધા માટે સુલભ પણ હોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન