PM Modi Went In Marriage Reception Of Priyanka Chopra, People Gave Funny Reactions
  • Home
  • Featured
  • Photos: પ્રિયંકા-નિકનાં લગ્નમાં પીએમ મોદી, લોકોએ આપ્યા જોરદાર રિએક્શન

Photos: પ્રિયંકા-નિકનાં લગ્નમાં પીએમ મોદી, લોકોએ આપ્યા જોરદાર રિએક્શન

 | 12:47 pm IST

મંગળવારનાં રોજ પીએમ મોદી પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં રિસેપ્શનમાં પહોંચ્યા હતા. રિસેપ્શનમાં નિક અને પ્રિયંકા સાથે તેમનો એક ફૉટો વાયરલ થયો હતો. આ ફૉટોને લઇને લોકોએ મજેદાર ટ્વિટ્સ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા બાદ પ્રિયંકા ચોપરા અને નિક જોનસે દિલ્લીમાં રેસિપ્શન પાર્ટી રાખી હતી. 4 ડિસેમ્બરનાં રોજ દિલ્લીની તાજ હોટલમાં ફેમિલી અને વીઆઈપી લોકો માટે રિસેપ્શન રાખવામાં આવ્યું હતુ. આ પાર્ટીમાં નેતા અને અભિનેતાઓ હાજર રહ્યા હતા. તો પીએમ નરેન્દ્ર મોદી પણ આ રિસેપ્શનમાં પહોંચ્યા હતા.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં દિલ્લીનાં રિસેપ્શનમાં પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેજ પર નિક જોનસની માતા અને પિતા સાથે પારંપરિક અંદાજમાં હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. આ રિસેપ્શનમાં પ્રિયંકાએ ઑફ વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો જેની પર સિલ્વર કલરની કારીગરી કરવામાં આવી છે. તો નિક જોનસ જેન્ટલમેન અંદાજમાં જોવા મળ્યો હતો.

પ્રિયંકા ચોપરા આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બર્લિનમાં મુલાકાત કરી ચુકી છે. તે વખતે પીએમ મોદી વિદેશ પ્રવાસે હતા અને પ્રિયંકા ત્યાં ફિલ્મ ‘બેવૉચ’નાં પ્રમોશન માટે પહોંચી હતી.