NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • કચ્છમાં પ્રખ્યાત ફળોના 51 ફૂટ લાંબા હારથી વડાપ્રધાનનું કરાશે સ્વાગત

કચ્છમાં પ્રખ્યાત ફળોના 51 ફૂટ લાંબા હારથી વડાપ્રધાનનું કરાશે સ્વાગત

 | 5:41 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તડામાર તૈયારીઓ, ગોઠવી દેવાયો લોખંડી પોલીસ બંદોબસ્ત

કચ્છમાં પાણી તરસ્યા ભચાઉને નર્મદાના નીર 22મી મેના રોજ લોધેશ્વર પંપ દ્વારા પહોંચી રહ્યાં છે. અને એના વધામણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનાં છે. ભચાઉ ખાતે થનારા કાર્યક્રમમાં આહીરો, ભરવાડો સહિતના વિખ્યાત રાસમંડળો પારંપરિક વેશભૂષામાં પરિધાન સાથે કળા દર્શાવશે. તમામ પ્રકારના આયોજન માટે શુક્રવારથી ભચાઉ ખાતે ખાસ કાર્યાલયનું ઉદઘાટન સાંસદ, ધારાસભ્યો તથા પક્ષના ટોચના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનને આવકારવા થનારા કાર્યક્રમોમાં છે આ મુખ્ય આકર્ષણોનો સમાવેશ

વડાપ્રધાનને આવકારવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય આકર્ષણમાં કચ્છના પ્રખ્યાત ફળોના 51 ફૂટના હારથી વડાપ્રધાનનું સ્વાગત તરવામાં આવશે, તેમ જ હાલ ગાંધીધામ ખાતે એલ.ઇ.ડી. લાઇટના તોરણ,  વિક્રમજનક સંખ્યા સાથે સફાઇ ઝૂંબેશ, માલધારીઓ પરંપરાગત વેશભૂષા યોજશે, સત્કાર સમારંભ,  108 જગ્યાએ ગૌપૂજન વગેરે જેવા મુખ્ય આકર્ષણોનો સમાવેશ થાય છે.

કાર્યક્રમ માટે સમગ્ર કચ્છ ઉત્સાહિત થઇને દરેક તાલુકામાં દરેક મથકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વૈવિધ્યસભર કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ શૈલેન્દ્રસિંહ જાડેજાની દેખરેખ હેઠળ ભૂજિયાની તળેટી પર શહીદો માટેનો ભવ્ય કાર્યક્રમ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ આયોજનમાં સહકારી સંસ્થાઓ પણ જોડાઇ રહી છે. જેનું સંકલન જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી અને મનુભા જાડેજા કરી રહ્યાં છે.

પીએમ મોદીની કચ્છ મુલાકાત પૂર્વે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને પૂર્વ કચ્છ પોલીસે  કંડલા અને ભચાઉ ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. અઢી હજાર પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત કરાયા છે. 18 IPS અને 37 DySP બંદોબસ્ત સંભાળશે. આજુબાજુના જિલ્લામાંથી પણ પોલીસને બંદોબસ્ત બોલાવવામાં આવી છે. પશ્રિમ કચ્છમાંથી 16 અધિકારી, 300 જવાનોનો કાફલો બોલાવવામાં આવ્યો છે.

એ.પી.એમ.સી.ની સાથે પંડિત દીનદયાળજીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે `અંત્યોદય રાશન કિટ’નું ગરીબ લોકોને વિતરણનો કાર્યક્રમ,  જિલ્લામાં સઘન સફાઇ ઝૂંબેશ,  સૈનિકો શહીદોને કલ્યાણનિધિમાં કાર્યકર્તાઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા રકમ સ્વીકારી તે ભંડોળ વડાપ્રધાન નિધિ ફંડમાં આપવાનું કાર્ય વગેરે કાર્યક્રમો યોજાવાના છે.

1