PM Modi Will Join G-20 Summit Through Video Conference
  • Home
  • Corona live
  • ગુરૂવારે જી-20 સંમેલનમાં વિડીયો કોન્ફરન્સથી સામેલ થશે PM મોદી, કોરોના પર બનશે એક્શન પ્લાન

ગુરૂવારે જી-20 સંમેલનમાં વિડીયો કોન્ફરન્સથી સામેલ થશે PM મોદી, કોરોના પર બનશે એક્શન પ્લાન

 | 11:39 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારનાં કોરોના વાયરસ પર જી-20 સંમેલનમાં હાજરી આપશે. કોરોના સંક્રમણને કારણે આ વખતે આ સંમેલન વિડીયો કોન્ફરન્સથી થઈ રહ્યું છે. આ માટે આને જી-20 વર્ચુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે. આ વખતે જી-20 સંમેલનની આયોજનની જલવાબદારી સાઉદી અરબની છે.

કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં જી-20 એક મહત્વનો રોલ ભજવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારનાં ટ્વીટ કર્યું કે, ‘કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં જી-20 એક મહત્વનો રોલ ભજવશે.’ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ ગુરૂવારે આ મુદ્દા પર પ્રભાવી અને લાભકારી ચર્ચાની આશા કરી રહ્યાં છે. જી-20ની આ બેઠકમાં કોરોના વાયરસની અસર અને તેની સારવાર માટે વ્યાપક ચર્ચા થશે. જી-20 દેશ આ દરમિયાન પેકેજની જાહેરાત કરી શકે છે. જી-20 સંમેલનમાં 19 ઔદ્યોગિક દેશ અને યૂરોપિયન યૂનિયન હાજરી આપશે.

કોરોના વાયરસથી મોટાભાગનાં દેશ પ્રભાવિત 

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાનારા આ સંમેલનમાં કોરોના સામે લડવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે આ વિડીયો કોન્ફરન્સ ગુરૂવારે સાંજે 5.30 કલાકથી લઈને સાંજે 7 કલાક સુધી હોઈ શકે છે. કોરોના વાયરસથી આ સમયે 172 દેશ પ્રભાવિત છે.

આ બીમારીથી 4 લાખ 38 હજાર લોકો સંક્રમિત 

જોન હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા પ્રમાણે આ બીમારીથી 4 લાખ 38 હજાર લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે આ બીમારીથી મૃત્યુ પામનારની સંખ્યા 19,500ને પાર કરી ચુકી છે. સારી વાત તે છે કે વિશ્વભરમાં 1 લાખ 11 હજાર લોકોની સારવાર પણ થઈ ચુકી છે. જી-20 સંમેલનમાં આ બીમારીના આર્થિક, સામાજીક અને વૈશ્વિક પ્રભાવ પર પણ ચર્ચા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન