NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ઓગસ્ટ દરમિયાન પીએમ મોદી કરશે ગુજરાતનો બે વાર પ્રવાસ

ઓગસ્ટ દરમિયાન પીએમ મોદી કરશે ગુજરાતનો બે વાર પ્રવાસ

 | 10:36 pm IST

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રઘાનના ગુજરાત પ્રવાસ કાર્યક્રમની સંખ્યા પણ વધી ગઇ છે. વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આગામી 12 ઓગસ્ટના રોજ નર્મદા યાત્રાના સમાપનમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે. ગુજરાત સરકાર અને ભાજપ આ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ પ્રયાસ કરી જ રહ્યું છે. આ કાર્યક્રમના પછી ટૂંક સમયમાં જ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધું એક ગુજરાત પ્રવાસ ગોઠવાઇ રહ્યો છે. ભાજપ દ્વારા ઓગસ્ટ માસમાં દસ લાખ જેટલા પેજ પ્રમુખોનું રાજ્યકક્ષાનું સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં યોજાનારા આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાનનો સમય માંગવમાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના એક લાખ પેજ પ્રમુખોનું સંમેલન યોજાવાનું હજુ બાકી હોવાથી આગામી પખવાડિયામાં આ સંમેલન યોજવા ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીઘી છે. આ માટે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ તારીખ ફાળવે તેની રાહ જોવાઇ રહી છે.

રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વખતે અમિત શાહ સમય ફાળવે તેવી શક્યતાઓ દર્શાવાયી છે.