NIFTY 9,623.00 +34.95  |  SENSEX 31,197.94 +141.54  |  USD 64.3775 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • PM મોદીએ રાહુલ ગાંધીને જન્મદિવસની પાઠવી શુભકામના, જાણો શું કહ્યું

PM મોદીએ રાહુલ ગાંધીને જન્મદિવસની પાઠવી શુભકામના, જાણો શું કહ્યું

 | 12:03 pm IST

કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે (સોમવાર) 47 વર્ષના થઇ ગયા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વીટ કરીને શુભકામના પાઠવી છે. પીએમ એ ટ્વિટર પર શુભકામના સંદેશમાં રાહુલ ગાંધીના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરી છે.

રાહુલ ગાંધી હાલ વિદેશમાં પોતાના નાની અને બીજા સંબંધીઓની સાથે રજા મનાવી રહ્યાં છે. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરી રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામના પાઠવી. આસ્થા અને સત્યના પ્રતિ તેમના અતૂટ વિશ્વાસ અને ઉદ્દેશયના પ્રતિ તમારી સાદગી સદૈવ પ્રેરિત કરતી રહે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી રજા પર ગયા તે પહેલાં તેમણે ટ્વીટ કર્યું હતું કે તેઓ તેમના નાનીને મળવા જઇ રહ્યાં છે. રાહુલ ગાંધીની તરફથી ટ્વીટ કરાયું હતું કે હું મારા નાની અને પરિવારને મળવા જઇ રહ્યો છું, થોડાંક દિવસ બહાર રહીશ, આશા છે કે અમે સાથે સારો સમય પસાર કરીશું.

જોકે તેમની આ ટ્વીટને લઇને રાજનીતિમાં નિવેદનબાજી શરૂ થઇ ગઇ હતી. ભાજપા મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય એ ઇશારામાં તેને રાહુલનું બાળપણ ગણાવ્યું તો કૉંગ્રેસ પણ પાછળ કેમ રહે. કૉંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ તરત જ યાદ અપાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને મળવા જાય છે તો કેમેરા લઇને જાય છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની રજાઓને લઇને વિવાદ થઇ રહ્યો છે, પરંતુ આ વખતે રાહુલ ગાંધીએ પોતે જ જણાવ્યું હતું કે તેઓ પોતાની નાનીને મળવા જઇ રહ્યાં છે. જો કે રાહુલ ગાંધી એવા સમયમાં રજા પર જઇ રહ્યાં છે જ્યારે રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને ગરમાવો છે. 2015મા રાહુલ ગાંધી અચાનક 56 દિવસ રજા પર જતા રહ્યા હતા તેને લઇને ખૂબ અટકળો લગાવામાં આવી હતી.