Pm Modi's 16-Minute Address Will Give Nitish The Crown Of Victory
  • Home
  • Featured
  • PM મોદી સામે વિરોધ પક્ષો ચત્તાપાટ, માત્ર 16 મીનીટનું ભાષણ નીતીશને જીતાડી દેશે બિહાર?

PM મોદી સામે વિરોધ પક્ષો ચત્તાપાટ, માત્ર 16 મીનીટનું ભાષણ નીતીશને જીતાડી દેશે બિહાર?

 | 7:43 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે ચાર વાગ્યે દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીનું રાષ્ટ્રના નામે સંબોધન લગભગ 16 મીનીટનું રહ્યું હતું. તેમાં પીએમ મોદીએ એક કાંકરે અનેક ખેલ પાડ્યા હતાં. વડાપ્રધાનના આ સંભોધનમાં ટૂંક સમયમાં જ બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની ઝલક સ્પષ્ટ દેખાઈ આવી હતી.

યોજનાનો સમય જણાવવા પીએમએ તહેવારોના નામ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આપણા ત્યાં વર્ષા ઋતુ દરમિયાન અને ત્યાર બાદ મુખ્ય રીતે એગ્રીકલ્ચર સેક્ટરમાં જ વધારે કામ થાય છે. અન્ય બીજા સેક્ટરોમાં થોડી સુસ્તી રહે છે. જુલાઈથી ધીમે ધીમે તહેવારોનીએ સીઝન શરૂ થવા લાગે છે. તહેવારોનો સમયે જરૂરિયાતો પણ વધે છે અને સાથે સાથે ખર્ચ પણ વધે છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર વધારીને દિવાળી અને છઠ્ઠ પૂજા સુધી, એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી કરી દેવાયો છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિસ્તારનો સમય જણાવવા પીએમ મોદી માત્ર નવેમ્બર મહિનાનું નામ પણ લઈ શકતા હતાં, પરંતુ તેમણે તેને સમજાવવા દિવાળી અને છઠપૂજાના તહેવારનું નામ લીધું. છઠ પૂજાનો તહેવાર બિહારમાં ખુબ જ પ્રચલિત છે. લોકોની ભાવના આ તહેવાર સાથે જોડાયેલી હોય છે. તો બીજી બાજુ બિહારમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. આ ચૂંટણી પણ ઓક્ટોબર-નવેમ્બરમાં જ યોજાય તેવી શક્યતા છે.

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે બિહારમાં લગભગ 25 લાખ શ્રમિકોની ઘરવાપસી થઈ છે. આ તમામના માથે રોજી રોટીનું સંકટ ઉભુ છે. આ લોકો માટે ગરીબ કલ્યાણ યોજના કોઈ વરદાનથી ઓછી નથી. તેવામાં જ વડાપ્રધાને છઠ્ઠ પૂજા સુધી રાશન મફત આપવાની જાહેરાત કરી દીધી છે. જેનાથી સ્પષ્ટ છે કે, છઠ્ઠ સુધી બિહારના શ્રમિકો અને અનેક ગરીબ કુટુંબોને રોજી રોટીની અને ભોજનની મુશ્કેલી ઉભી નહીં થાય.

ઈશારામાં જ જનતા સાથે સંવાદ કરવાનું કોઈ પીએમ મોદી પાસેથી સીખે

વડાપ્રધાને આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં લિટ્ટી ચોખા ખાતા એક તસવીર શેર કરી હતી. પીએમ મોદી દિલ્હીમાં આયોજીત અન્નકુટિર હુનર હાટ પહોંચ્યા હતાં. અહીં તેમણે કોઈ બીજા સ્ટોલ પરથી કંઈક ખાવાના બદલે બિહારના સ્ટોલ પરથી લિટ્ટી ચોખાનો સ્વાદ માણ્યો હતો. લિટ્ટી ચોખા ખાધાનો ફોટો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પીએમ મોદીની આ તસવીરને બિહાર વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી હતી.

આ ઉપરાંત શિવસેના આરોપ લગાવી ચુકી છે કે, પીએમ મોદીએ લદ્દાખમાં ગલવાન ખીણમાં બિહાર રેજીમેંટની શહીદીને લઈને એટલા માટે કહી રહ્યાં છે કારણ કે ત્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. જોકે આ દેશ આખાનો મુદ્દો છે. પીએમ માત્ર બિહાર રેજીમેંટનું નામ એટલા માટે લે છે કારણ કે, તેને પણ તેઓ બિહાર ઈલેક્શન સાથે જોડી રહ્યાં છે. પીએમ મોદીનું આ ભાષણ બિહાર વિધાનસભામાં ભાજપની સહયોગી પાર્ટી જેડી(યુ) અને નીતિશ કુમાર માટે ઘણું મહત્વનું સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન