PM Modis 69th Birthday today will start the Day with Mothers
  • Home
  • Photo Gallery
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબા સાથે જમ્યા ભાવતા ભોજનીયા, જાણો શું હતુ મેનુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબા સાથે જમ્યા ભાવતા ભોજનીયા, જાણો શું હતુ મેનુ

 | 3:15 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે. આ પ્રસંગે તેઓ ગુજરાતના પ્રવાસે છે. સવારે નર્મદા આરતી બાદ તેઓ ગાંધીનગર ખાતે આવેલા રાયસણ પોતાની માતા હિરાબાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતાં. અહીં તેમણે માતા હિરાબાના આશિર્વાદ લીધા હતાં. ચરણ સ્પર્ષ કરીને હિરાબાના આશિર્વાદ લીધા હતાં. ત્યાર બાદ માતા સાથે બેસીને વાતો કરી હતી. આ દરમિયાન દેશના વડાપ્રધાન અને પોતાના પનોતા પુત્ર સાથે બપોરનું ભોજન લીધું હતું. ભોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવતી પૂરણપોળી પણ હતી. સાથે જ સલાડ પણ હતો. માતા હિરાબાએ દિકરા નરેન્દ્ર સાથે એક જ ટેબલ પર બેસીને કાંસાની થાળીમાં ભોજન લીધું હતું. આ ફોટા સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન