PM Modi's Auditoria And Chair Fly In Air In Sabarkantha
  • Home
  • Featured
  • PM મોદીની રેલી પહેલા વરસાદે બગાડ્યો ખેલ, ભારે પવનમાં ઉડ્યો મંડપ, જુઓ વિડીયો

PM મોદીની રેલી પહેલા વરસાદે બગાડ્યો ખેલ, ભારે પવનમાં ઉડ્યો મંડપ, જુઓ વિડીયો

 | 8:14 pm IST

ગુજરાતભરમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અનેક વિસ્તારોમાં ભારે પવન, આંધી અને વીજળીના કડાકાઓ સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વંટોળનાં કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડ્યા હોવાનાં અને પતરાં ઉડી ગયા હોવાના બનાવો પણ બન્યા હતા. તો સાબરકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. અહીં અતિશય પવનનાં કારણે પીએમ નરેન્દ્ર મોદીની સભાનો મંડપ ઉડ્યો હતો. આ ઉપરાંત સભા મંડપમાં ગોઠવવામાં આવેલી ખુરશીઓ પણ હવામાં ઉડી હતી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે હિંમતનગરમાં પીએમ મોદીની રેલી છે.

તો આજે ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, રાજકોટ, અમરેલી, મોરબી સહિતની જગ્યાઓ કમોસમી વરસાદ પડ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન