Pm Modis Helplessness Experienced In Many Words While Announcing Repeal Of Three Farm Laws
  • Home
  • India
  • Farm Laws: 59 સેકંડ સુધી છલકાયું PM Modiનું દર્દ, જાણો ખાસ શબ્દો

Farm Laws: 59 સેકંડ સુધી છલકાયું PM Modiનું દર્દ, જાણો ખાસ શબ્દો

 | 12:12 pm IST
  • Share

  • કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત સમયે દુઃખી દેખાયા PM Modi

  • તેમના ભાષણના અનેક શબ્દ કહી રહ્યા છે કે PM Modi કાયદાને પરત લેવાથી દુઃખી છે

  • ખેડૂતોને સમજાવવામાં અમારા પ્રયાસો અસફળ રહ્યા છેઃ PM Modi

 

 

PM Modiએ 3 કૃષિ કાયદાને પરત લેવા મુદ્દે આજે સવારે 9 વાગે 17 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેઓએ ભારપૂર્વક કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં જ સંસદમાં આ કામને સંસદમાં પૂરું કરાશે.

 

PM Modiએ ભાષણની શરૂઆતમાં દેશવાસીઓની માફી માંગતાં કહ્યું, સાચા મનથી અને પવિત્ર હ્રદયથી કહેવા ઈચ્છું છું કે અમારી તપસ્યામાં કોઈ ખામી રહી જેના કારણે પ્રકાશ જેવું સત્ય, ખેડૂત ભાઈઓને સમજાવી શક્યું નહીં. આજે ગુરુનાનક દેવનું પ્રકાશનું પર્વ છે. આ સમયે કોઈને પણ દોષ આપવાનો નથી. આજે હું દેશને કહેવા આવ્યો છું કે અમે 3 કૃષિ કાયદાને પરત લેવાનો નિર્ણય લીધો છે.

આ શબ્દોથી છલકાયું PM Modiનું દર્દ

દેશના નામે સંબોધનની 17 મિનિટમાં 59 સેકંડ સુધીનો આ અંશ પીએમ મોદીના મનમાં મચેલી ઉથલ પુથલને વ્યક્ત કરવા માટે પૂરતો છે. આ નાના સમયમાં પીએમ મોદીએ ક્ષમા, તપસ્યા, પવિત્ર હ્રદય, પ્રકાશ જેવું સત્ય, ખેડૂત ભાઈઓ, સમજાવી ન શક્યો જેવા શબ્દોનો અનેક વાર પ્રયોગ કર્યો છે. આ સાથે પીએમ મોદીએ તેમના ભાષણમાં 37 વખત ખેડૂત શબ્દનો પણ ઉપયોગ કર્યો છે. જેમાં તેમની વેદના છલકાઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે 2014માં તેમને રાષ્ટ્રસેવાનું દાયિત્વ મળ્યું તો તેઓએ સૌથી વધારે ખેડૂતોની ચિંતા કરી. જાણે કે તેઓ કહેવા જઈ રહ્યા હોય કે જેનો સૌથી વધારે ખ્યાલ રાખ્યો તેઓએ જ તેમની પર ભરોસો કર્યો નથી.


ખેડૂતોને સમજાવી ન શકવાનું છે PM Modiને દુઃખ

પીએમ મોદીએ કહ્યું અમારી સરકાર, ખેડૂતોના કલ્યાણને માટે, ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે, દેશના કૃષિ જગતના હિતમાં, દેશના હિતમાં, ગામમાં ગરીબીના ઉજ્જવળ ભવિષ્યને માટે, સત્યનિષ્ઠાથી, ખેડૂતોના માટે સમર્પણ ભાવથી, સારા હેતુથી આ કાયદો લઈને આવી છે. આ એટલી પવિત્ર વાત, પૂર્ણ રૂપથી શુદ્ધ, ખેડૂતોના હિતની વાત, અમે અમારા પ્રયાસોથી કેટલાક ખેડૂતોને સમજી ન શક્યા.

આ સત્રમાં ખતમ કરી દેવાશે 3 કૃષિ કાયદા

પીએમની વેદના જુઓ, તેઓએ કૃષિ કાયદાને પરત લેવાની સંવિધાનિક પ્રક્રિયા પૂરી કરવાની વાત પર પણ ભાર આપ્યો છે. આ કામ આ મહિને શરૂ થનારી સંસદ બેઠકમાં પૂરું કરી દેવાશે. પીએમ મોદીના આધારે ધ્યાન આપીએ તો લાગશે કે તેમના કૃષિ કાયદા પરથી રસ ઉતરી ચૂક્યો છે. આ કારણ છે કે તેઓ તેને પરત લેવાની પ્રક્રિયામાં મોડું કરવા ઈચ્છતા નથી. તેઓએ કહ્યું કે આ મહિનાના અંતમાં, શરૂ થઈ રહેલા સંસદના સત્રમાં 3 કૃષિ કાયદાને પરત લેવાની સંવિધાનિક પ્રક્રિયાને પૂરું કરશે. તેઓએ કહ્યું કે દેશના ખેડૂતો, દેશના કૃષિ વિશેષજ્ઞ, દેશના ખેડૂત સંગઠન સતત આ માંગ કરી રહ્યા હતા. તેઓએ કહ્યું પહેલા પણ અનેક સરકારોએ આ બાબતે મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ, મંથન થયું અને આ કાયદા લાવવામાં આવ્યા. દેશના ખૂણેખૂણે લાખો ખેડૂતોએ, અનેક ખેડૂત સંગઠનોએ તેમનું સ્વાગત કર્યું, હું આજે પણ તેમનો આભારી છું.

અમારા પ્રયાસથી કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છેઃ PM મોદી

PM મોદીએ ભાષણમાં કહ્યું છે કે કેવી રીતે સરકારના પ્રયાસોથી ઉત્પાદનમાં વધારો થયો છે. પીએમ મોદીએ કહ્યું કે અમે અમારા ગ્રામીણ બજારોને મજબૂત કર્યા છે. નાના ખેડૂતોની મદદ માટે અનેક યોજનાઓ લાવી છે. ખેડૂતો માટે બજેટમાં પણ પાંચ ગણો વધારો કરાયો છે. અમે સૂક્ષ્મ સિંચાઈને માટે પણ ધનને બમણું કર્યું છે. હજારો ખેડૂતો, તેમાંથી સૌથી વધારે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યૂપીના છે. 28 નવેમ્બર 2020થી દિલ્હીમાં અનેક જગ્યાઓએ ખેડૂતોએ અડ્ડા જમાવ્યા છે. 3 કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે પરત કરવા અને પોતાના પાકને માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાયદા ગેરેંટીની માંગ કરી રહ્યા છે. એવામાં અમે તેમને સમજાવવામાં અસમર્થ રહ્યા છીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો