PM-modi-rajya-sabha-deputy-chairman-bk-hariprasad-harivansh-manoj-jha
  • Home
  • India
  • પહેલી વખત રાજ્યસભામાં PMનું નિવેદન હટાવવામાં આવ્યું, જાણો કેમ ?

પહેલી વખત રાજ્યસભામાં PMનું નિવેદન હટાવવામાં આવ્યું, જાણો કેમ ?

 | 5:53 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી પછી પોતાના ભાષણમાં કોંગ્રેસ ઉમેદવાર બી.કે.હરિપ્રસાદને લઈને ટીપ્પણી કરી હતી. કોંગ્રેસે આ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. જે પછી મોદીના નિવેદનના આ ભાગને આપત્તિજનક માનતાં ગૃહની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો છે. જેના પર કોંગ્રેસ તરફથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ પીએમની ટિપ્પણી પર આપત્તિ વ્યક્ત કરી હતી અને તેને કાર્યવાહી માંથી હટાવવાની માંગણી કરી હતી. તેમને પીએમની ટિપ્પણી વિરૂધ્ધ પોઈન્ટ ઓફ ઓર્ડર પણ વ્યક્ત કર્યો હતો. સંસદમાં આવું ભાગ્યે જ થતું હોય છે જ્યારે વડાપ્રધાનના ભાષણના કોઈ ભાગને ગૃહની કાર્યવાહી માંથી હટાવવામાં આવ્યાં હોય. જે પણ પહેલી જ વખત બન્યું છે. આઝાદી પછી પહેલી વખત આ ઘટના બની છે.

વડાપ્રધાને NDA ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને જીતની શુભેચ્છા આપતાં કહ્યું હતું કે આ બે હરિ વચ્ચેની ચૂંટણી હતી. હવે ગૃહમાં હરિ કૃપા બની રહેશે. આ સાથે જ બી.કે.હરિપ્રસાદનું નામ લઈને નિવેદન આપ્યું હતું.

ઉપસભાપતિની ચૂંટણીમાં હરિવંશના સમર્થનમાં 125 અને હરિપ્રસાદના ટેકામાં 105 વોટ પડ્યાં હતા. UPA પાસે 47 રાજ્યસભાના સભ્યા છે. તેને 62 વધુ સાંસદોના સમર્થનની સાથે કુલ 109 મત મળશે તેવી આશા હતી.