PM Modi's Strong Diplomacy In Meeting With jingping In Mahabalipuram
  • Home
  • Featured
  • મહાબલીપુરમમાં PM મોદીની લાજવાબ રણનીતિ, એક જ તીરે સાધ્યા અનેક નિશાન

મહાબલીપુરમમાં PM મોદીની લાજવાબ રણનીતિ, એક જ તીરે સાધ્યા અનેક નિશાન

 | 7:40 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે ચેન્નઈની પાસે આવેલા ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં મુલાકાત થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાબલીપુરમ પહોંચીને શુક્રવારની સાંજે લગભગ 5 વાગ્યે શી જિનપિંગનું સ્વાગત કર્યું અને તેમની સાથે મહાબલીપુરમનાં ઐતિહાસિક વારસાને જોયો. આ દરમિયાન એક ચીજે સૌનું ધ્યાન ખેંચ્યું, એ હતુ પીએમ મોદીનો પહેરવેશ.

તમિલનાડુમાં મે 2021માં વિધાનસભા ચૂંટણી થવાની છે

આ તક પર પીએમ મોદીએ તમિલનાડુનો પારંપારિક પોશાક વેષ્ટિ અને શર્ટ પહેર્યું હતુ. અનૌપચારિક બેઠક હોવાના કારણે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ફક્ત પેન્ટ અને સફેદ શર્ટમાં જોવા મળ્યા. પ્રધાનમંત્રી મોદીનાં વેષ્ટિ અને શર્ટમાં આવવાનાં ઘણા રાજનીતિક પાસા પણ નીકાળવામાં આવી રહ્યા છે. તમિલનાડુમાં મે 2021માં વિધાનસભા ચૂંટણી થવાની છે. માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર પોતાના ગઠબંધન સહયોગી એઆઈડીએમકેનાં દ્વારા બીજેપી માટે આ અભેદ્ય કિલ્લામાં પ્રવેશવાની છે. તમિલનાડુ બીજેપીની પ્રાથમિકતા યાદીમાં સામેલ છે, કેમકે તાજેતરમાં થયેલી ચૂંટણીમાં દક્ષિણનાં આ ક્ષેત્રમાં પીએમ મોદીનું મેજિક કામ કર્યું નહોતુ.

PM મોદીનાં વેષ્ટિ પહેરવા પાછળ રાજકીય અને પારંપરિક બંને કારણો

બીજેપીનાં રાષ્ટ્રિય મહાસચિવ પી. મુરલીધર રાવનાં પ્રમાણે, “શિખર વાર્તા માટે તમિલનાડુની ચૂંટણી બીજેપી માટે ઘણી મહત્વની છે. બીજેપી વિશે ધારણા છે કે આ એક હિંદી પાર્ટી છે. મોદીનાં તમિલનાડુ પ્રવાસથી આ સમજ વધશે કે આ ક્ષેત્ર અમારા માટે રાજકીય રીતે ઘણું મહત્વપૂર્ણ છે.” આવામાં પીએમ મોદી દ્વારા વેષ્ટિ પહેરવાને આ જ રણનીતિનો ભાગ માનવામાં આવે છે. બીજી તરફ પારંપરિક દ્રષ્ટિકોણથી જોઇએ તો તમિલનાડુમાં વેષ્ટિ અથવા એક ખાસ પ્રકારની ધોતી પુરૂષોનાં મુખ્ય પોશાકમાંથી એક છે. તમિલનાડુનાં લોકોને વેષ્ટિની સાથે ભાવનાત્મક સંબંધ છે. આવામાં ઐતિહાસિક નગર મહાબલીપુરમમાં થઈ રહેલી મુલાકાતનાં અવસર પર પ્રધાનમંત્રીએ સ્થાનિક સંસ્કૃતિને ધ્યાને રાખીને આ પોશાક પસંદ કર્યો છે.

મહાબલીપુરમ સાથે છે ચીનને જૂનો સંબંધ

ઉલ્લેખનીય છે કે મહાબલીપુરનો ચીનની સાથે જૂનો સંબંધ છે. 18મી સદીમાં અહી પર તત્કાલીન પલ્લવ રાજા અને ચીનનાં શાસકોની વચ્ચે સુરક્ષા કરાર થયા હતા. સાથે જ આ પ્રાચીન શહેર પોતાના ઇતિહાસ અને મંદિરોને લઇને જાણીતુ છે. શહેરનાં દરિયાકિનારે બનેલા મંદિરોનાં સમૂહને પથ્થરો કાપીને બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન