PM Modi's to Nation 'Mann Ki Baat' 83rd edition address: Key points
  • Home
  • India
  • PM મોદીની ‘મન કી બાત’: મહામારી હજુ ખત્મ થઇ નથી

PM મોદીની ‘મન કી બાત’: મહામારી હજુ ખત્મ થઇ નથી

 | 12:57 pm IST
  • Share

  • આકાશવાણીના કાર્યક્રમ ‘મન કી બાત’માં 83મી વખત દેશવાસીઓને મોદીએ સંબોધિત કર્યા

  •  પ્રકૃતિને સંરક્ષણ આપીએ તો પ્રકૃતિ પણ આપણને સંરક્ષણ આપે છે: મોદી

  •  આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ સાથે મોદીએ કરી ‘મન કી બાત’

     

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના આકાશવાણીના કાર્યક્રમ ‘મન કી બાત’માં 83મી વખત દેશવાસીઓને સંબોધિત કર્યા, અહીં તેમણે કેટલાંય મુદ્દા પર વાત કરી. આ દરમ્યાન તેમણે કહ્યું કે કોરોના હજુ ખત્મ થયો નથી તો તમામ લોકોએ સાવધાન અને એલર્ટ રહેવું. તાજેતરમાં જ કોરોનાના નવા વેરિઅન્ટ એમિક્રોનની ખબર પડતા ખળભળાટ મચી ગયો છે. એવામાં માનવામાં આવી રહ્યું હતું કે પીએમ મોદી તેના પર ઘણું બધું કહી શકે છે.

કાર્યક્રમમાં પીએમ મોદીએ આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે પણ ફોન પર વાત કરી. આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી રાજેશ પ્રજાપતિએ પીએમને કહ્યું કે મને પહેલાં તો ડૉકટરે એસિડિટી કહ્યું. પછી હાર્ટની સમસ્યાની ખબર પડી. ખર્ચની ખબર પડી તો ડૉકટરે આયુષ્યમાન કાર્ડ અંગે પૂછયું. હું તેના માટે તમારો આભાર માનું છું. કાર્ડ ના હોત તો ખૂબ ખર્ચ થાત. હંમેશા સત્તામાં રહો, તમારી ઉંમર ખૂબ લાંબી હોય.

રાજેશની વાતનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મને સત્તામાં રહેવાના આશીર્વાદ ના આપો, હું હંમેશા સેવામાં રહેવા માંગું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારના પ્રયાસોથી સરકારી યોજનાઓથી કેવી રીતે કોઇનું જીવન બદલાઇ શકે એ બદલાયેલ જીવનનો અનુભવ શું છે? જ્યારે સાંભળીએ ત્યારે અમારી પણ સંવેદનાઓ ભરાઇ આવે છે. આ મનને સંતોષ પણ આપે છે અને આ યોજનાને લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા પણ આપે છે.

‘પ્રકૃતિને સંરક્ષણ આપીએ તો પ્રકૃતિ પણ આપણને સંરક્ષણ આપે છે’

પીએમ મોદીએ પ્રકૃતિના સંરક્ષણની વાત પણ કરી. તેમણે કહ્યું કે જ્યારે આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરીએ છીએ તો પ્રકૃતિ પણ આપણું સંરક્ષણ કરે છે. આ ઉદાહરણ તામિલનાડુના તુતુગુડીનું છે. અહીં કેટલાંય વિસ્તારો દરિયામાં ડૂબવાનો ખતરો હતો. લોકોએ તેની સારવાર કુદરતમાંથી શોધી. લોકોએ તેના પર ખાસ પ્રકારના વૃક્ષો વાવ્યા જે તોફાન અને પાણીમાં બચે છે. આવી જ કોશિશો બીજી જગ્યાઓએ પણ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે પોતાની પાછલી મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશને 100 કરોડ વેક્સીનેશન પર અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે વડાપ્રધાને આઝાદીના આંદોલનને યાદ કર્યું, બિરસા મુંડાની જેમ પોતાના મૂળિયાથી જોડાયેલ તકનીકનો ઉપયોગ કરીને આગળ વધવા પર જોર આપ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો