PM Narendra Modi 2014 to 2018 4 years Assets details PMO
  • Home
  • Featured
  • 2014 થી 2018 દરમિયાન 4 વર્ષમાં કેટલી વધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ

2014 થી 2018 દરમિયાન 4 વર્ષમાં કેટલી વધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ

 | 7:30 pm IST

ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે હાથ પરની રોકડ રકમ ફક્ત રૂપિયા 48,944 છે છતાં તેઓ કરોડપતિ પણ છે. મોદી પાસેની રોકડ રકમમાં ગયા વર્ષ કરતાં 67 ટકાનો ઘટાડો થયો છે. 31 માર્ચ 2018ના રોજ વડા પ્રધાન પાસે રૂપિયા 48,944 રોકડા હતા. ગયા વર્ષે આજ સમયગાળામાં વડા પ્રધાન પાસે રૂપિયા 1,50,000 રોકડા હતાં. પીએમ મોદી પાસે વર્ષ 2015-16માં રૂપિયા 89,700 રોકડા હતાં, જે 2016-17માં વધીને રૂપિયા 1,50,000 પર પહોંચ્યાં હતાં.

વર્ષ 2017-18 માટે ફાઇલ કરાયેલા રિટર્ન અનુસાર વડા પ્રધાનની સ્થાવર અને જંગમ મિલકતો રૂપિયા બે કરોડ 28 લાખ પર પહોંચી છે. તેમાં ગાંધીનગર ખાતે પીએમ મોદીની એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી અને રૂપિયા 1,28,50,498ની મૂવેબલ પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2016-17માં વડા પ્રધાન પાસે રૂપિયા બે કરોડની આર્થિક સંપત્તિ હતી. વર્ષ 2002માં મોદીએ ગાંધીનગરમાં ફક્ત રૂપિયા બે લાખમાં 3,531,45 ચોરસફૂટનો એક પ્લોટ ખરીદ્યો હતો.

વર્ષ 2017-18માં પીએમ મોદી ગાંધીનગરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એનએસસીએચ શાખામાં રૂપિયા 11,29,690 અને રૂપિયા 1,07,96,288ની થાપણો ધરાવે છે. પીએમ મોદીએ જાહેર કરેલી આર્થિક સંપત્તિમાં 25 જાન્યુઆરી 2012ના રોજ ખરીદેલા રૂપિયા 20,000ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડનો સમાવેશ થાય છે. વડા પ્રધાને નેશનલ સેવિંગ્સ ર્સિટફ્કિેટમાં રૂપિયા 5,18,235 અને જીવન વીમા પોલિસીમાં રૂપિયા 1,59,281નું રોકાણ કરેલું છે. પીએમ મોદીનું ડેક્લેરેશન દર્શાવે છે કે, તેમણે કોઈપણ પ્રકારની લોન લીધી નથી.

પીએમ મોદી કોઈ વાહનની માલિકી ધરાવતા નથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોઈપણ પ્રકારના વાહનની માલિકી ધરાવતા નથી. તેમના નામે એક પણ કાર રજિસ્ટર્ડ થયેલી નથી. પીએમ મોદીએ તાજેતરમાં જાહેર કરેલી વિગતો અનુસાર તેમના નામે કોઈ વાહન, વિમાન, યોટ અથવા તો જહાજ નોંધાયેલાં નથી.

પીએમ મોદી પાસે સોનાની ચાર વીંટી સહિત ફક્ત 4.5 તોલા સોનું

પીએમ મોદીએ વડા પ્રધાનપદ પર આરૂઢ થયા પછી સોનાનું એકપણ ઘરેણું ખરીદ્યું નથી. 31 માર્ચ 2018 સુધી પીએમ મોદી પાસે રૂપિયા 1,38,060ના મૂલ્યનું ૪૫ ગ્રામ સોનું છે. જેમાં ચાર સોનાની વીંટીનો સમાવેશ થાય છે.

પીએમ મોદી જાણતા નથી કે પત્ની જશોદાબહેન પાસે કેટલી સંપત્તિ છે!

વડા પ્રધાને જાહેર કરેલા સંપત્તિના ડેક્લેરેશનમાં તેમની પત્ની જશોદાબહેન પાસે કેટલી સંપત્તિ છે તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. વડા પ્રધાનના કોઈ આશ્રિતો પણ નથી. વડા પ્રધાનના ડેક્લેરેશનમાં પત્ની જશોદાબહેન પાસે કેટલી સંપત્તિ છે તેના કોલમમાં નોટ નોન લખવામાં આવ્યું છે.

પીએમ મોદીની સંપત્તિ

48,944 રૂપિયા હાથ પરની રોકડ

2,28,00,000 રૂપિયા કુલ સંપત્તિ

1,28,50,498 રૂપિયાની મૂવેબલ પ્રોપર્ટી

3,531,45 ચોરસફૂટનો ગાંધીનગરમાં પ્લોટ

11,29,690 રૂપિયા એસબીઆઈમાં એફડી

1,07,96,288 રૂપિયા એસબીઆઈમાં એફડી

20,000 રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ

5,18,235 રૂપિયાના નેશનલ સેવિંગ્સ ર્સિટફ્કિેટ

1,59,281રૂપિયાનું જીવન વીમા પોલિસીમાં રોકાણ

1,38,060 રૂપિયાના મૂલ્યનું 45 ગ્રામ સોનું