PM Narendra Modi Addresses Indian Community At UNESCO HQ in Paris
  • Home
  • Featured
  • જે લોકો પોતાનો સમય ઇન્દ્ર માટે નથી બદલતા તેમને આજે નરેન્દ્ર માટે બદલ્યો સમય: PM મોદી

જે લોકો પોતાનો સમય ઇન્દ્ર માટે નથી બદલતા તેમને આજે નરેન્દ્ર માટે બદલ્યો સમય: PM મોદી

 | 2:51 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ફ્રાન્સ મુલાકાત પર આજે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. પીએમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભારતીય ત્રિરંગા ઝંડાની સાથે પહોંચ્યા હતા. પીએમ મોદીએ ઉષ્માભેર મળવા આવેલા લોકોની સાથે હાથ મિલાવ્યા અને ફોટો ખેંચ્યા. પીએમ મોદી માટે એકત્ર થયેલા સમુદાયે મોદી-મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. મોબલાંના પર્વત પર દુર્ઘટનાગ્રસ્ત 2 વિમાનની યાદમાં સ્મારકનું ઉદ્ઘાટન પણ પીએમ મોદીએ કર્યું. આ વિમાનમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક હોમી જહાંગીર પણ સવાર હતા, તેમનું મોત આ અકસ્માતમાં થયું હતું.

પીએમ બોલ્યા, ફ્રાન્સ અને ભારતની દોસ્તી ખૂબ જૂની છે

પીએમ મોદી જ્યારે મંચ પર બોલવા માટે પહોંચ્યા તો હાજર લોકોએ તાળીઓ વગાડીને જોરદાર અંદાજમાં સ્વાગત કર્યું. પીએમ એ ફ્રેન્ચમાં પણ લોકોનું અભિનંદન કર્યું. તેમણે કહ્યું કે ફ્રાન્સ અને ભારતની મિત્રતા કોઇ નવી નથી પરંતુ વર્ષો જૂની છે. એવો કોઇ મોકો નહીં હોય જ્યાં બંને દેશોએ એકબીજાનું સમર્થન કર્યું નથી એકબીજાની સાથે કામ કર્યું નથી. જ્યારે ભારત કે ફ્રાન્સમાં કોઇ સારી ઉપલબ્ધિ હોય છે તો અમે એકબીજા માટે ખુશ થઇએ છીએ.

ફ્રાન્સની ફૂટબોલ ટીમની જીતનો ઉલ્લેખ PMએ કર્યો

પીએમ મોદીએ ફ્રાન્સ અને ભારતની દોસ્તી પર જોર આપતા કહ્યું કે બંને દેશ એકબીજાના સુખી અને દુ:ખમાં ઉભા રહ્યા. પીએમ એ કહ્યું કે મને લાગે છે કે ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમના જેટલા સમર્થક છે, તેની જેટલી સંખ્યા ભારતમાં છે ફ્રાન્સમાં પણ કદાચ ના હોય. જ્યારે ફ્રાન્સે વર્લ્ડ કપ જીત્યો હતો તો ભારતમાં પણ જોરશોરથી તેનો જશ્ન મનાવ્યો. દુખમાં પણ એકબીજાની સાથે ઉભા રહ્યા. ફ્રાન્સમાં થયેલા એર ઇન્ડિયાના 2 વિમાન અકસ્માતની યાદમાં સ્મારક બન્યા છે.

સ્મારક બનાવનારાઓનો PMએ આભાર માન્યો

સ્મારક બનાવા માટે લોકોનો ધન્યવાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે તેમાં ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉકટર હોમી જહાંગીર ભાભા પણ હતા. આ દુર્ઘટનામાં જેમણે પણ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપી છું. આ મેમોરિયલના દરેક પત્થર બંને દેશોની સંવેદનશીલતાના પુરાવા છે. અકસ્માત બાદ વિમાનના કાટમાળને શોધવામાં ફ્રાન્સના ગાઇડ દળે દિવસ-રાત કામ કર્યું હતું. આજે આ ગાઇડ્સના પરિવાર સાથે સંપર્ક કરવાની તક મળી. હું ભારતની તરફથી તેમનો આદરપૂર્વક આભાર વ્યકત કરું છું.

જે લોકો પોતાનો સમય ઇન્દ્ર માટે નથી બદલતા તેમને આજે નરેન્દ્ર માટે સમય બદલ્યો: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલમાં પેરિસ રામની ભક્તિમાં રંગાઇ ગયું છે. તેમણે કહ્યું કે પૂજ્ય બાપુની સ્મૃતિમાં રામની શક્તિમાં ડૂબી ગયા છે. જે લોકો પોતાનો સમય ઇન્દ્ર માટે નથી બદલતા આજે નરેન્દ્ર માટે બદલે છે. પૂજ્ય બાપુમાં રામભક્તિ પણ છે અને રાષ્ટ્રભક્તિ પણ. પીએમ એ કહ્યું કે સામાન્ય રીતે રાજનેતા પોતાના વચન ભૂલાવી દે છે. 4 વર્ષ પહેલાં હું ફ્રાન્સ આવ્યો હતો તો વચન આપ્યું હતું, મને યાદ છે. મેં કહ્યું હતું કે ભારત આકાંક્ષાઓ અને આશાઓની સફર પર નીકળી ચૂકયું છે. આજે ભારત માત્ર એ રસ્તા પર નીકળી જ ચૂકયું નથી પરંતુ 130 કરોડ ભારતવાસીઓના વિશ્વાસની સાથે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. આ જ કારણ છે કે પહેલાં કરતાં પણ અધિક પ્રચંડ જનાદેશ આપીને અમારી સરકારનું સમર્થન આપ્યું છે.

ફૂટબોલના ગોલથી સમજાવી પોતાની રણનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફૂટબોલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અમારી સરકારે અસંભવ ગોલ કર્યો. તેમણે કહ્યું કે હું ફૂટબોલ પ્રેમીઓને દેશમાં છું. તમે જાણો છે કે ફૂટબોલમાં ગોલનું શું મહત્વ છે. અમે અમારી સરકાર માટે કંકઇ આવા જ ગોલ નક્કી કર્યા જે અશકય લાગી રહ્યા હતા. અમે દેશમાં કેટલીય કુરીતિઓને રેડ કૉર્ડ પણ છેલ્લાં પાંચ વર્ષમાં આપી દીધી.

ભ્રષ્ટાચાર, પરિવારવાદ પર PMએ પેરિસમાં પ્રહારો કર્યા

આજે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ, ભાઇ-ભત્રીજાવાદ, પ્રજાના પૈસાની લૂંટ, આતંકવાદ પર જે રીતે લગામ કસવામાં આવી રહી છે તેવું પહેલાં કયારેય થયું નહોતું. નવા ભારતમાં થાકનો પ્રશ્ન જ ઉભો થતો નથી. નવી સરકાર રચાયાને બહુ દિવસ થયા નથી, હજુ માત્ર 75 દિવસ જ થયા છે. 100 દિવસ થવાના બાકી છે. આ દિવસ તો સરકાર બન્યા બાદ સ્વાગત-સમ્માન, જય-જયકારના હોય છે. અમે એ ચક્કરમાં પડ્યા નથી. માત્ર 75 દિવસ જ પૂરા થયા પરંતુ સ્પષ્ટ નીતિ, યોગ્ય દિશાથી પ્રેરિત થઇને એક પછી એક કેટલાંય મોટા નિર્ણય લઇ લીધા.

આ વીડિયો પણ જુઓ – PM નરેન્દ્ર મોદીનું ફ્રાંસમાં ભારતીયઓને સંબોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન