PM Modi addressing Dawoodi Bohra community at Saifee Mosque,Indore
  • Home
  • Featured
  • ઇન્દોરની સૈફી મસ્જિદમાં PM મોદીએ કહ્યું દેશ ભક્તિની મિસાલ છે વ્હોરા મુસ્લિમ

ઇન્દોરની સૈફી મસ્જિદમાં PM મોદીએ કહ્યું દેશ ભક્તિની મિસાલ છે વ્હોરા મુસ્લિમ

 | 12:51 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત મસ્જિદની મુલાકાત કરી. વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને મસ્જિદના દરવાજા પર જ પીએમ મોદીનું નેતૃત્વ કર્યું અને તેમને મંચ સુધી લઇ આવ્યા. પીએમ મોદીને ગળે લગાવનાર સૈયદના એ સૈફી મસ્જિદમાં તેમનું સ્વાગત કર્યું. કાર્યક્રમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે તમે લોકો દુનિયામાં અમારી વસુધૈવ કુટુમ્બકમની પરંપરાને આગળ વધારી રહ્યાં છે. પીએમ મોદીએ સ્વચ્છ ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આપણે આપણા દિલ અને આત્માને પણ સ્વચ્છ રાખવાનો છે.

દાઉદી વ્હોરા સમુદાયના વખાણ કરતાં પીએમ મોદીએ કહ્યું કે ઇમામ હુસૈનના પવિત્ર સંદેશને પોતાના જીવનમાં ઉતાર્યો છે અને સદીઓથી દેશ અને દુનિયા સુધી પૈગામ પહોંચાડ્યો. ઇમામ હુસૈન અમન અને ઇંસાફા માટે શહીદ થઇ ગયા. તેમણે અન્યાય અને અહંકારના વિરૂદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. તેમની આ શીખ જેટલી ત્યારે જરૂરી હતી, એટલું જ આજની દુનિયા માટે અગત્યનું છે.

પીએમ મોદીએ કહ્યું કે આ પરંપરાઓને મુખરતાથી પ્રચારિક કરવાની આવશ્યકતા છે. મને વિશ્વાસ છે કે સૈયદના સાહબ અને વ્હોરા સમાજનો એક-એક જન તેમાં જોડાયેલો છે. પીએમ મોદીએ કહ્યું કે વસુધૈવ કુંટુંમ્બકમની આપણા સમાજ અને વારસાની આ શક્તિ છે જે આપણને દુનિયાના બીજા દેશોથી અલગ ઓળખ મળે છે. તેમણે કહ્યું કે અમારી આ પરંપરાથી વ્હોરા સમુદાયની આખી દુનિયાને અવગત કરી રહ્યાં છે. મોદી બોલ્યા, હું દુનિયામાં જયાં પણ જાઉં ત્યાં શાંતિ અને વિકાસ માટે પોતાના સમાજના યોગદાનની વાતો ચોક્કસ કરું છું. શાંતિ, સદ્ભાવના, સત્યાગ્રહ, રાષ્ટ્રવાદ, અને સૌહાર્દના પ્રત્યે બોહરા સમુદાયની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ છે. સૈયદના સાહબ હંમેશા દેશ અને સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપતા રહ્યાં છે.

સૈફી વિલામાં રોકાયા હતા મહાત્મા ગાંધી
પીએમ મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીની વ્હોરા સમુદાયની સૈયદના સાથે મુલાકાત થઇ હતી અને ઇન્દોરમાં સૈફી વિલામાં તેઓ રોકાયા હતા. આ જગ્યાને બાદમાં રાષ્ટ્રને સમર્પિત કરી દેવાઇ. વ્હોરા સમુદાય સાથે મારો જૂનો સંબંધ રહ્યો છે. આજે પણ મારા દરવાજા તમારા પરિવારજનો માટે હંમેશા ખુલ્લા રહ્યાં છે. મને પૂરો વિશ્વાસ છે કે તમારો અને તમારા આખા પરિવારનો સ્નેહ મારા પર અપરંપાર રહ્યો છે. ગુજરાતનું કદાચ જ કોઇ ગામ હોય, જયાં વ્હોરા વેપારી સમાજના કોઇ પ્રતિનિધિને ત્યાં મળ્યો નહીં હોઉં. જ્યારે હું ગુજરાતનો સીએમ હતો ત્યારે વ્હોરા સમુદાયે કદમ-કદમ પર સાથ આપ્યો.

પીએમ મોદીએ કહ્યું કે આજથી થોડાંક પહેલાં મેં એક કાર્યક્રમમાં કુપોષણની વિરૂદ્ધ લડાઇ માટે વ્હોરા સમાજ પાસે સહયોગ માંગ્યો હતો. તેને પણ વ્હોરા સમાજ અને સૈયદના સાહેબે હાથોહાથ લીધો. સંજોગ જુઓ કે જયારે વ્હોરા સમુદાય અશરા મુબારકના મોકા પર લાગ્યો છે ત્યારે આખા દેશમાં પોષણ માસ મનાવાઇ રહ્યો છે.

વ્હોરા સમુદાયના કોમ્યુનિટી કિચનના કર્યા વખાણ
પીએમ મોદીએ કહ્યું કે કોમ્યુનિટી કિચનના માધ્યમથી વ્હોરા સમાજ એ સુનિશ્ચિત કરવામાં લાગ્યું છે કે સમાજનું કોઇ વ્યક્તિ ભૂખ્યુ ના સૂએ. તમારા લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા કેટલીય હોસ્પિટલ ચલાવે છે. તમારા પ્રયાસોથી અત્યાર સુધીમાં 11000 લોકોને પોતાનું ઘર મળી ચૂકયું છે. હવે સરકાર પણ બધાને ઘર આપવાની કોશિષમાં છે. 2022 સુધી તેના પર કામ પૂરું કરવાની યોજના છે. 1 કોરોડ લોકોને અત્યાર સુધી અમે ઘરની ચાવી આપી ચૂકયા છીએ.