PM Narendra Modi addressing the leaders of SCO summit in Bishkek
  • Home
  • Featured
  • SCOમાં ઈમરાન ખાનની સામે જ પીએમ મોદીએ સંભળાવ્યું: આતંકને ઉછેરતાં દેશો ફરીથી વિચારી લેજો

SCOમાં ઈમરાન ખાનની સામે જ પીએમ મોદીએ સંભળાવ્યું: આતંકને ઉછેરતાં દેશો ફરીથી વિચારી લેજો

 | 12:09 pm IST

કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન કાઉન્સિલ (SCO) ની બેઠકનો આજે બીજો દિવસ છે. SCO સમિટમાં આજે નેતાઓનાં સંબોધનની શરૂઆત થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેઠકમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આધુનિક સમયમાં કનેક્ટિવિટી ખુબ જ જરૂરી છે. લોકોનું એકબીજા સાથે સંપર્કમાં રહેવું જરૂરી છે. ટૂંક સમયમાં જ ભારતની વેબસાઈટ પર રશિયાની ટૂરિઝમની જાણકારી પણ હશે. આ ઉપરાંત અફઘાનિસ્તાનનાં લોકો સાથે મળીને અમે આગળ વધીશું.

આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, બહુપક્ષીય વેપાર પ્રણાણીની પણ જરૂર છે. જળવાયુ પરિવર્તન માટે ભારત પ્રતિબદ્ધ છે. સાથે તેઓએ કહ્યું કે, આતંકવાદ આ સમયની સૌથી મોટી સમસ્યા બની ચૂક્યો છે. આતંકવાદથી નિપટવા માટે એસસીઓ દેશોને સાથે આવવું પડશે.

પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદને સમર્થન, પ્રોત્સાહન અને વિત્ત પ્રદાન કરનાર રાષ્ટ્રોને જવાબદાર ગણાવવા જરૂરી છે. માનવતાવાદી તાકાતોને આતંકની સામે પોતાના સંકીર્ણ લિમિટમાંથી બહાર આવવાની જરૂર છે.

સાથે જ પાકિસ્તાનનું નામ લીધા વગર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, આતંકને ઉછેરનારા દેશોને ફરીથી વિચારવાની જરૂર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન