#WATCH: PM Narendra Modi and Akshay Kumar’s interaction in Delhi
  • Home
  • Featured
  • અક્ષય કુમારની સાથે PM મોદીએ દિલ ખોલીને કરી વાતો, જીવનના રહસ્યો પરથી ઉઠાવ્યો પડદો

અક્ષય કુમારની સાથે PM મોદીએ દિલ ખોલીને કરી વાતો, જીવનના રહસ્યો પરથી ઉઠાવ્યો પડદો

 | 9:08 am IST

અત્યાર સુધી તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઇ ન્યૂઝ એન્કરની સાથે ઇન્ટરવ્યુ આપતા જોતા સાંભળ્યા હશે, પરંતુ લોકસભા ચૂંટણીની વચ્ચે પીએમ મોદીએ એક અનોખો ઇન્ટરવ્યુ આપ્યો છે. આ ઇન્ટરવ્યુ અક્ષય કુમારે કર્યો છે. દિલચસ્પ વાત એ છે કે અક્ષય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પોતાનો આ ઇન્ટરવ્યુને નિષ્પક્ષ અને પૂરી રીતે નોન પોલિટિકલ ગણાવ્યો છે. જેમાં પીએમ મોદીએ પોતાની જિંદગીના દરેક તબક્કાઓ પર વાતચીત કરતાં દેખાઇ રહ્યા છે, જેના અંગે લોકો બહુ ઓછું જાણે છે. તો આ ઇન્ટરવ્યુના મહત્વના અંશો

અક્ષયનો પ્રશ્ન: તમે ઘડિયાળ આવી (ઉલટી) રીતે પહેરો છો. PMનો જવાબ: હું હંમેશા મીટિંગમાં હોઉ તો તેમના સમ્માન માટે એ નથી ઇચ્છતો કે કોઇને ખબર પડે કે હું ઘડિયાળ જોઇ રહ્યો છું. તમે કોઇની સાથે બેઠા હોવ અને ઘડિયાળ જુઓ તો તેનો મતલબ એ છે કે બસ બહુ થયું, હવે જાઓ.

અક્ષયનો પ્રશ્ન : શું તમે જાતે જ જુઓ છો ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ: પીએમનો જવાબ: હું બિલકુલ જોઉ છું. મને દુનિયાભરની માહિતી મળે છે. હું તો ટ્વિંકલ જી ને પણ ટ્વિટર પર જોઉં છું અને મારા પર એ એટલો ગુસ્સો નીકાળે છે…કયારેક-કયારેક લાગે છે કે કદાચ તમારા ઘરમાં સારો માહોલ રહેતો હશે કારણ ક ટ્વિંકલજી તો બધો ગુસ્સો ટ્વિટર પર મારા પર જ નીકાળે છે.

રિટાયર થયા બાદ પહેલું કામ એ કરીશ કે હું મારી ઉંઘ કેવી રીતે વધારું, તેના પર વિચારીશ. અક્ષય કુમાર સાથેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું પીએ મોદીએ

હું મીટિંગ કરી રહ્યો હોઉં અને કોઇ મોબાઇલ ફોનમાં સમય ખરાબ કરી રહ્યા હોય તો હું તેમને પૂછું છું કે હું જે વિચાર કહી રહ્યો હતો, શું થયું. તેમનું ધ્યાન નહોતું કે હું ફોનમાં ટ્વિટર જોઇ રહ્યો હતો. ત્યારથી મારી મીટિંગમાં મોબાઇલ ફોન લઇને આવી શકતા નથી: PM મોદી

વિપક્ષના નેતાઓ જેમકે ગુલામ નબી આઝાદ અને મમતા બેનર્જી સાથે મિત્રવત વ્યવહાર પર જુઓ પીએમ મોદીએ શું કહ્યું….

મન કરે છે તો કયારેક માતાને બોલાવી લીધા, તેમની સાથે થોડાંક દિવસ વિતાવ્યા. પછી મા કહે છે કે મારી પાછળ શું કામ બર્બાદ કરો છો, હું અહીં શું કરું, ગામમાં બધા લોકો આવે છે, વાતો કરે છે. હું પણ સમય આપી શકતો નથી : PM મોદી

મમતા દીદી વર્ષમાં આજે પણ મારા માટે એક-બે કુર્તા મોકલે છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના જી વર્ષમાં 3-4 વખત ઢાકાથી મીઠાઇ મોકલે છે. મમતા દીદીને ખબર પડી કે તેઓ પણ વર્ષમાં એક-બે વખત મીઠાઇ ચોક્કસ મોકલે છે : અક્ષય સાથે વાત કરતાં પીએમ મોદી બોલ્યા

પહેલાં એકલા કાગળિયા લઇને બેસતો હતો અને આખી ઘટનાનું વર્ણન કરતો હતો પછી ફાડીને ફેંકી દેતો હતો. મન શાંત ના થાય ત્યાં સુધી લખતો રહેતો. બે-ચાર લખ્યા બાદ સમજાઇ જતું કે હું જ ખોટો હતો. હવે તો એટલો સમય મળતો નથી.: પીએ મોદી

હું મારી ટીમ બનાવતો જઉ છું તો મારો સ્ટ્રેસ અને પ્રેશર વહેંચાઇ જાય છે. ગુસ્સો આવે છે પરંતુ વ્યકત કરવાથી બચું છું : PM મોદી

તમે પરિવારની સાથે કેમ નથી રહેતા? અક્ષય કુમારના આ પ્રશ્ન પર જુઓ પીએમ મોદીએ શું જવાબ આપ્યો

કયારેય વિચાર્યું હતું કે પીએમ બનશો?
પીએમ મોદીએ કહ્યું કે કયારેય વિચાર આવ્યો નહોતો કે વડાપ્રધાન બનીશ. તેમણે કહ્યું કે જે પીએમ બનતા હશે તેમના મગજમાં પણ આવો વિચાર આવ્યો નહીં હોય. હા કોઇનો પરિવાર એવો હોય તો વાત અલગ છે. પીએમ મોદીએ કહ્યું કે વડાપ્રધાન તો દૂરની વાત છે જો તેમને નાનકડી નોકરી પણ મળી જાત તો તેમના માતા ખુશ થઇ જાત. નરેન્દ્ર મોદીએ કહ્યું કે જીવન ચાલતું ગયું અને પીએમ બની ગયો.

શું તમે કેરી ખાઓ છો?
પીએમ મોદીએ કહ્યું કે હા હું કેરી ખાવાનું પસંદ કરું છું. પીએમે કહ્યું કે જે રીતે પરિવારની પરિસ્થિતિ હતી, ત્યાં કેરી ખરીદવાની મારી ક્ષમતા તો નહોતી. આથી ખેતરોમાં જતો રહેતો હતો ખેડૂત ખાતા રોકતા નહોતા. આંબા પર પાકેલી કેરી ખાવાનું પસંદ કરતો હતો. જો કે તેમણે કહ્યું હવે તેમણે કેરી ખાવા પર કંટ્રોલ કરવો પડે છે.

ઇન્ટરવ્યુમાં પીએમ મોદી સાથે જોડાયેલ અજાણ્યા કિસ્સાઓ જણાવ્યા. રાજકારણથી અલગ પીએમ મોદીના ખાનગી જીવનની ચર્ચા થશે. અક્ષય કુમારે એ વાતનો ખુલાસો કર્યો કે આ ઇન્ટરવ્યુને જોતા પીએમ મોદી અંગે જણાવ્યા અજાણ્યા તથ્યો.

આ Video પણ જુઓ : અક્ષય કુમાર સાથે PM મોદી દિલ સે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન