PM Narendra Modi Attack On Opposition Party In Mathura
  • Home
  • Featured
  • PM મોદી મથુરામાં બોલ્યા- ગાય શબ્દ સાંભળતા જ કેટલાંકના વાળ…

PM મોદી મથુરામાં બોલ્યા- ગાય શબ્દ સાંભળતા જ કેટલાંકના વાળ…

 | 2:18 pm IST

કાન્હાની નગરી મથુરા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ‘ॐ’ અને ‘ગાય’ના બ્હાને વિપક્ષ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ‘ॐ’ શબ્દ સાંભળતા જ કેટલાંક લોકોના કાન સરવા થઇ જાય છે. કેટલાંક લોકોના કાનમાં ‘ગાય’ શબ્દ પડે છે તો તેમના વાળ ઊંચા થઇ જાય છે, તેમને કરંટ લાગી જાય છે. તેમને લાગે છે કે દેશ 16મી-17મી સદીમાં જતો રહ્યો છે. આવા લોકો એ જ દેશને બર્બાદ કરી દીધો છે.

અમેરિકા પર 9/11 હુમલાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. આજે આતંકવાદ એક વિચારધારા બની ગયું છે. આતંકના મૂળિયા આપણા પાડોશમાં જ પોષાઇ રહ્યા છે. આપણે તેનો મજબૂતીથી સામનો કરી રહ્યા છીએ અને આગળ જતા પણ કરતા રહીશું. તેમણે કહ્યું કે આતંકવાદીઓને આશરો અને ટ્રેનિંગ આપનારાઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ભારત સંપૂર્ણપણે સક્ષમ છે અને આપણે કરીને દેખાડ્યું પણ છે.

‘2 ઑક્ટોબર સુધીમાં તમારા ઘરોને પ્લાસ્ટિકથી મુક્ત કરો’

પીએમ મોદીએ કહ્યું કે આપણે એ કોશિષ કરવાની છે કે આ વર્ષે 2 ઑક્ટોબર સુધીમાં તમારા ઘર, તમારી ઓફિસ, પોતાના કાર્યક્ષેત્રોને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરો. આજે સ્વચ્છતા સેવા અભિયાનની શરૂઆત થઇ છે, નેશનલ એનીમલ ડિજીજ કંટ્રોલ પ્રોગ્રામને પણ લોન્ચ કરાયો છે. મહાત્મા ગાંધીનું આ 150મું પ્રેરણા વર્ષ છે. સ્વચ્છચતા જ સેવાની પાછળ પણ આ ભાવના છુપાયેલી છે. આજથી શરૂ થઇ રહેલા આ અભિયાનને આ વખતે ખાસ પ્લાસ્ટિકના કચરાથી મુક્તિ માટે સમર્પિત કરાયું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે બ્રજભૂમિએ હંમેશાથી જ આખા વિશ્વ અને પૂરી માનવતાને પ્રેરિત કરાયો છે. આજે આખું વિશ્વ પર્યાવરણ સંરક્ષણ માટે રોલ મોડલ શોધી રહ્યા છે પરંતુ ભારતની પાસે ભગવાન શ્રીકૃષ્ણ જેવા પ્રેરણા સ્ત્રોત હંમેશાથી રહ્યા છે. જેની કલ્પના જ પર્યાવરણ પ્રેમ વગર અધૂરો છે. પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધન વગર જેટલા અધૂરા આપણા આરાધ્ય દેખાય આવે છે એટલા જ અધૂરા આપણા ભારતમાં પણ દેખાશે. પર્યાવરણ અને પશુધન હંમેશાથી જ ભારતના આર્થિક ચિંતનનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે.

‘100 દિવસમાં અમે અભૂતપૂર્વ કામ કરીને દેખાડ્યું’

પીએમ મોદીએ કહ્યું કે નવા જનાદેશ બાદ કાન્હાની નગરીમાં પહેલી વખત આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વખતે પણ આખા ઉત્તરપ્રદેશના આશીર્વાદ મને અને મારા સાથીઓને પ્રાપ્ત થયા છે. દેશહિતમાં તમારા આ નિર્ણયમાં વ્રજભૂમિથી તમારી સામે શીશ ઝૂકાવું છું. તમારા તમામના આદેશની અનુરૂપ 100 દિવસમાં અમે અભૂતપૂર્વ કામ કરીને દેખાડ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વિકાસ માટે તમારું આ સમર્થન અને આશીર્વાદ અમને મળતા રહેશે.

આ વીડિયો પણ જુઓ- UPના મથુરામાં PM મોદીની જનસભા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન