PM Narendra Modi Birthdwish AMit Shah and Sonia Gandi
  • Home
  • Featured
  • PM મોદીને 69મા જન્મદિવસ પર અઢળક શુભેચ્છાઓ, સોનિયા ગાંધીએ પણ ટ્વિટ કરી કહ્યું કે…

PM મોદીને 69મા જન્મદિવસ પર અઢળક શુભેચ્છાઓ, સોનિયા ગાંધીએ પણ ટ્વિટ કરી કહ્યું કે…

 | 10:56 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 69મા જન્મદિવસની આજે દેશભરમાંથી શુભેચ્છા પાઠવવાનો સિલસિલો ચાલુ છે. સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો બર્થડે ટ્રેન્ડ કરી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઇને તમામ કેન્દ્રીય મંત્રી, ભાજપ નેતા-કાર્યકર્તા અને વિપક્ષી દળોના નેતાઓએ પીએમને અભિનંદન પાઠવ્યા છે. નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ અનોખી રીતે ત્રણ ભાષામાં તેમને શુભકામના પાઠવી છે. પીએમ મોદીના બર્થ ડેમાં કોણે શું કહ્યું આવો જણાવીએ….

યુપીએ ચેરપર્સન અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસના અવસર પર અભિનંદન પાઠવ્યા. સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સ્વસ્થ્ય માટે શુભકામના પાઠવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પીએ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતી ટ્વિટ કરી કે…

વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા. વિદેશ મંત્રીએ લખ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં એક નવું ઇન્ડિયા બની રહ્યું છે, જે દરેક લોકો માટે પ્રેરણાદાયક છે.

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ત્રણ ભાષા- અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે.
https://twitter.com/kpsharmaoli/status/1173767497004109824

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુભકામનાનો સંદેશ લખ્યો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ પીએમ મોદીને શુભકામના પાઠવતો સંદેશ ટ્વિટ કર્યો…

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પીએમ મોદીની સાથે પોતાની તસવીરો ટ્વીટ કરતાં લખ્યું કે ગુજરાતના સપૂત અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને ગુજરાતની સમગ્ર જનતા તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

આ વીડિયો પણ જુઓ – PM મોદી બટરફ્લાય પાર્કની મુલાકાતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન