PM Narendra Modi Calls For Increasing Covid Testing And Sero Surveys
  • Home
  • Featured
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને લઈને કરી મહાબેઠક, લીધો આ મહત્વનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને લઈને કરી મહાબેઠક, લીધો આ મહત્વનો નિર્ણય

 | 7:19 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે કોરોના મહામારીને લઈને એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોનાના ટેસ્ટ (Corona Test) અને સીરો સર્વે(, Sero Surveys)માં વધારો કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે જ આવનાર ભવિષ્યમાં કોરોનાની વેક્સીન (Corona Vaccine)ની કિંમતને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં કહ્યું હતું કે, સૌકોઈ માટે ઓછી કિંમતે નિયમિત રીતે અને ઝડપથી કોરોનાના ટેસ્ટની જેમ બને તેમ ઝડપથી પુરી પાડવા કહ્યું છે.

પીએમ મોદીએ એ વાત પર ભાર આપ્યો હતો કે, દેશ તમામ દેશવાસીઓ માટે સરળતાથી અને ઓછી કિંમતે કોરોનાની તપાસ, તેની વેક્સીન અને સારવાર પુરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. કોરોના વાયરસ મહામારી સામેના જંગમાં સતત નજર રાખવા અને ઉચ્ચ સ્તરે તૈયારી કરી રાખવાનું આહ્વાન કરતા વડાપ્રધાન નરેન્દ્દ મોદીએ હેલ્થ ઓથોરિટીઝને નિર્દેશ આપ્યા છે કે, તે કોરોનાના ટેસ્ટ અને સીરો સર્વે વધારે.

કોરોના વાયરસના રિસર્ચ અને તેની વેક્સીન બનાવવાની પ્રક્ર્રિયામાં પ્રગતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા ખુદ વડાપ્રધાન મોદીએ પોતે કરી હતી. જેમાં તેમણે સતત અને વૈજ્ઞાનિક તપાસની સાથો સાથ પારંપારિક સારવારની પદ્ધતિઓના મહત્વ પર પણ ભાર આપ્યો હતો.

આ મુશ્કેલીના સમયમાં વડાપ્રધાને આયુષ મંત્રાલય આયુષ મંત્રાલય તરફથી પુરાવા આધારીત રિસર્ચ અને વિશ્વસનીય સમાધાન આપવાના પ્રયાસોના પણ વખાણ કર્યા હતાં. બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન, નીતિ આયોગના સભ્ય (હેલ્થ), પ્રિંસિપલ સાઈંટિફિક એડવાઈઝર, અનેક વરિષ્ઠ વૈજ્ઞાનિક અને બીજા અધિકારીઓ શામેલ થયા હતાં.

ભારતમાં કોરોના કેસનો ગ્રાફ સુધર્યો, રિકવરી રેટમાં જબ્બર ઉછાળો

પીએમ મોદીએ કોરોનાના પડકાર સામે લડવા ઈંડિયન વેક્સીન ડેવલપર્સ અને નિર્માતાઓ તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસના ભારોભાર વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સરકાર આ પ્રકારના તમામ પ્રયાસોમાં ભરપુર સાથ અને સમર્થન આપવાનું યથાવત રાખવા પ્રતિબદ્ધ છે.

તેમણે હેલ્થ મિનિસ્ટ્રી તરફથી વેક્સીનના વિતરણની વ્યાપક તૈયારી વિષેની યોજનાની જાણકારી લીધી હતી. સ્વાસ્થ્ય મંત્રાલય પર્યાપ્ત માત્રામાં વેક્સીનની માત્રા સુનિશ્ચિત કરવા, તેને મોટા પાયે સ્ટોર કરવાની ટેકનિક વિકસીત કરવા અને વેક્સીનની અસરકારક ડિલિવરી સુનિશ્ચિત કરવાના માળખા પર કામ કરી રહ્યું છે.

ઉલ્લેખની છે કે, કોરોના વાયરસના કેસ દ્દેશના દરેક રાજ્ય અને ખુણે ખુણે રહેલા છે. કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે અને તેનો રિકવરી રેટ ખુબ જ વધ્યો છે જે રાહતના સમાચાર છે. હવે વેક્સીનની દિશામાં અને તેની વહેંચણીને લઈને સરકાર બ્લુપ્રિંટ બનાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન