PM Narendra Modi do Bhumi Pujan at Ayodhya, see photos
  • Home
  • Ayodhya Live
  • Ram Mandir: PM મોદીએ દંડવત થઈ રામલલાના કર્યા દર્શન, જુઓ ભૂમિપૂજનની ખાસ તસવીરો

Ram Mandir: PM મોદીએ દંડવત થઈ રામલલાના કર્યા દર્શન, જુઓ ભૂમિપૂજનની ખાસ તસવીરો

 | 7:11 pm IST

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું વર્ષોનું સપનું આજે સાકાર થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિપૂજન કરી મંદિરની આધારશિલા મૂકી. હવે મંદિર નિર્માણનું કામ શરૂ થઈ જશે. ભૂમિપૂજન પહેલા પીએમ મોદીએ હનુમાનગઢીના દર્શન કર્યા. ત્યાર બાદ રામલલાની પૂજા કરી.

આજે સવારે લગભગ 9:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી લખનૌ પહોંચ્યા હતા. ત્યાંથી પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આયોધ્યામાં ભૂમિપૂજન પહેલા પીએમ મોદીએ 10મી શતાબ્દીના પ્રાચીન મંદિર હનુમાનગઢીના દર્શન કર્યા. ત્યાર બાદ રામજન્મભૂમિ પહોંચ્યા અને ત્યાં સાષ્ટાંગ દંડવત થઈ રામલલાના દર્શન કર્યા. ત્યાર બાદ પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા નજરે આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન