PM Narendra Modi do video Conference with Indian Top Players
  • Home
  • Corona live
  • ગાંગુલી, સચિન, કોહલી, ધોની સહિત અન્ય લોકપ્રિય ખેલાડીઓ સાથે PM મોદીની ચર્ચા, જાણો શું કહ્યું

ગાંગુલી, સચિન, કોહલી, ધોની સહિત અન્ય લોકપ્રિય ખેલાડીઓ સાથે PM મોદીની ચર્ચા, જાણો શું કહ્યું

 | 2:22 pm IST

ભારતમાં કોરોના વાયરસનો સંકટ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 2થી 3 દિવસોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે અને આ આંકડો 2300ને પાર પહોંચ્યો છે. દેશમાં હાલ લોકડાઉન છે. જે 14 એપ્રિલે પૂર્ણ થશે. લોકો ઘરની અંદર કેદ છે. ત્યારે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરતા કહ્યું કે લોકો રવિવારની રાતે 9 વાગે પોતાના ઘરે મીણબત્તી કે દીવો પ્રગટાવાનો, ટોર્ચ કે મોબાઇલની ફ્લેસલાઇટ કરવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે એકતાનો સંદેશ આપી કોરોનાના અંધકારને દૂર કરવાનો છે.

આ સિવાય PM મોદીએ ખેલ જગતથી જાણીતી હસ્તીઓ સાથે પણ Video કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી છે. આ કોન્ફરન્સમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર, BCCI અધ્યક્ષ અને ભૂતપૂર્વ ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૌરવ ગાંગુલી, ઓલરાઉન્ડર યુવરાજ સિંહ સહિત કુલ 49 ખેલાડીઓ સામેલ થયા. આપણે જણાવી દઈએ કે ગુરૂવારે પીએમ મોદીએ દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ પીએમ મોદી સાથેની વીડિયો કોન્ફરન્સમાં કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, કેએલ રાહુલ, ઝહીર ખાન, યુવરાજ સિંહ પણ સામેલ થયા. વીડિયો કોલમાં કુલ 49 ખેલ હસ્તીઓ સામેલ થઈ. રમતમંત્રી કિરણ રિજીજુ પણ આ કોન્ફરન્સ સાથે જોડાયા. મીડિયા રિપોર્ટ મુજબ વીડિયો કોલમાં 12 ખેલાડીઓને બોલવા અને પોતાના વિચાર રજૂ કરવા માટે 3 મિનિટનો સમય આપવામાં આવ્યો.

મંત્રાલયના સૂત્રો મુજબ વીડિયો કોલમાં સામેલ બધા ખેલાડીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં સોશિયલ ડિસ્ટેંસિંગને લઈ જાગૃતિ ફેલાવે અને લોકોને તબીબોની ગાઇડલાઇનનું પાલન કરવાનું કહે. મીડિયા રિપોર્ટ મુજબ પીએમ મોદીએ કોરોના વાયરસથી બચવા માટે સંકલ્પ, સકારાત્મકતા, સન્માન અને સહયોગના પાંચ મંત્ર આપ્યા. પીએમએ કહ્યું કે ખેલાડીઓએ વિશ્વમાં દેશની નામ ઊંચું કર્યું છે અને હવે રાષ્ટ્રનું મનોબળ વધારવા અને સકારાત્કમતા ફેલાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવવાની છે.

વીડિયો કોલમાં ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા શટલર પીવી સિંધુ, ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા, શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ, સ્પ્રિંટર હિમા દાસ, બોક્સર એમસી મેરીકોમ અને અમિત પંઘલ, પહેલવાન વિનેશ ફોગાટ, શૂટિંગ સનસની મનુ ભાકર સહિત અન્ય એથલીટ સામેલ હતા.

આ વીડિયો પણ જુઓ: સુરતના રાંદેરના 54000 લોકોને માસ ક્વોરન્ટાઈન કરાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન