PM Modi down to Earth Gesure he picked up a flower from Ground
  • Home
  • Featured
  • હ્યુસ્ટન એરપોર્ટ જ PM મોદીએ પ્રોટોકોલ તોડતા કર્યું કંઈક એવું કે લોકોના જીતી લીધા દિલ, Video

હ્યુસ્ટન એરપોર્ટ જ PM મોદીએ પ્રોટોકોલ તોડતા કર્યું કંઈક એવું કે લોકોના જીતી લીધા દિલ, Video

 | 4:03 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 દિવસના પ્રવાસે અમેરિકા પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન એક મહત્વના કાર્યક્રમ દરમિયાન તેઓ હ્યુસ્ટન પહોંચ્યા હતાં. અહીં એરપોર્ટ પર જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ જ પ્રોટોકોલ તોડી કંઈક એવું કર્યું હતું જેને બધાનું ધ્યાન ખેંચ્યુ હતું.

હ્યુસ્ટન એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગતમાં આપવામાં આવેલા બૂકેમાંથી એક ટુકડો નીચે પડી જતા પીએમ મોદીની નજર ગઈ હતી. તેમણે નીચે નમીને પોતે જાતે એ પડી ગયેલા ગુલદસ્તાના એક ટુકડાને ઉપાડ્યું અને સૈન્ય અધિકારી સાથે હાથ મિલાવ્યાં. પીએમ મોદીએ એનર્જી સેક્ટરના સીઈઓ સાથે પણ બેઠક યોજી તથા આજે હાઉડી મોદી કાર્યક્રમને તેઓ સંબોધન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમને સંબોધવા હ્યુસ્ટન પહોંચ્યા હતાં. અહીં એરપોર્ટ પર જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં એક અમેરિકી મહિલા અધિકારીએ પીએમ મોદીને ફૂલોનો ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું પરંતુ જેવો પીએમ મોદીએ ગુલદસ્તો લીધો કે તેમાંથી એક નાનકડો ટુકડો નીચે પડી ગયો હતો. પીએમ મોદી આગળ વધી ગયા હતાં પરંતુ જેવો તેમને આભાસ થયો તો તેમણે પ્રોટોકોલ તોડીને પોતાના પદની પરવા કર્યાં વગર નીચે નમીને પડેલી વસ્તુ પોતાના સહયોગીને આપી દીધી. આ જોઈને ત્યાં ઊભેલા અધિકારીઓ પણ ચોંકી ગયાં.

પીએમ મોદીએ ગુલદસ્તાના એક નાનકડા ટુકડાને ત્યાંથી ઉઠાવીને એક સંદેશ આપ્યો કે તેઓ પોતે પણ સ્વચ્છતાના સંકલ્પને કેટલો ગંભીરતાથી નીભાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન