ત્રિપુરામાં જીત સાથે ઈંદિરા ગાંધીને પાછળ છોડી PM મોદીએ બનાવ્યો ખાસ રેકોર્ડ - Sandesh
  • Home
  • India
  • ત્રિપુરામાં જીત સાથે ઈંદિરા ગાંધીને પાછળ છોડી PM મોદીએ બનાવ્યો ખાસ રેકોર્ડ

ત્રિપુરામાં જીત સાથે ઈંદિરા ગાંધીને પાછળ છોડી PM મોદીએ બનાવ્યો ખાસ રેકોર્ડ

 | 2:51 pm IST

ત્રિપુરામાં ભાજપની ઐતિહાસિક સફળતા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દમદાર ચૂંટણી અભિયાન અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની ચૂંટણીની રણનીતિને શ્રેય આપવામાં આવે છે. આ વિજયથી એ બાબત પણ સિદ્ધ થઈ ગઈ છે કે કેન્દ્રની સત્તામાં ચાર વર્ષ રહેવા છતાંયે મોદી લહેરને આંચ સુદ્ધા નથી આવી. ગુજરાત વિધાનસભાની ચૂંટણે મધ્ય પ્રદેશ-રાજસ્થાન પેટા ચૂંટણીના પરિણામો બાદ ભાજપને અપેક્ષિત પરિણામ ન મળતા એ કયાસ લાગવવામાં આવી રહ્યાં હતાં કે દેશમાં મોદી લહેર ફીકી પડી ગઈ છે. પરંતુ ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રિપુરામાં શૂન્યમાંથી સત્તાના શિખરે પહોંચી. માટે કહી શકાય કે ભારતના રાજકીય ઈતિહાસમાં ચૂંટણી સફળતા પ્રાપ્ત કરવાની બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી શક્તિશાળી નેતા છે.

સૌથી શક્તિશાળી રાજનેતા

એક અહેવાલ પ્રમાણે જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં છે, ત્યારથી 4 વર્ષમાં 21 ચૂંટનીઓ યોજાઈ છે. જેમાં ભાજપે 41 રાજ્યોમાં જીત હાંસલ કરી છે. આ પ્રકારની ચૂંટણી સફળતા પહેલા ઈંદિરા ગાંધીના નામે રહી ચુકી છે. ઈંદિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે 4 વર્ષમાં 19 ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાંથી 13માં કોંગ્રેસે વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આમ ચૂંટણી વિજયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈંદિરા ગાંધી કરતા પણ શક્તિશાળી રાજનેતા સાબિત થયાં છે.

પીએમ મોદી પર વિશ્વાસ યથાવત

ત્રિપુરાના પરિણામો જ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અને તેમના વિકાસના વાયદા પર હજી પણ લોકોને વિશ્વાસ યથાવત છે. સામાન્ય રીતે સત્તામાં આવ્યા બાદ રાજનેતાઓની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળતો હોય છે. કારણ કે કરેલા વાયદા પ્રમાણે જમીન પર અપેક્ષિત પરિણામો ન આવવાની અસર રાજનેતાની છબી પર પડે છે. પરંતુ તેનાથી તદ્દ્ન વિરૂદ્ધ બ્રાંડ મોદીની છબી વધુ બળકટ થઈ છે કારણ કે તેમની કથની અને કરણી પર લોકોને વિશ્વાસ છે.

મોદીની લોકપ્રિયતામાં થઈ રહેલા વધારાનું તાજુ જ ઉદાહરણ ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી છે. વર્ષ 2013માં યોજાયેલી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સજ્જડ નિષ્ફળતા મળી હતી. હાલત એવી હતી કે 60 સભ્યોની વિધાનસભામાં ભાજપના 50 ઉમેદવારો ઉભા રાખ્યાં હતાં, જેમાંથી 49 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ ભાજપે તેમની આગેવાનીમાં કુશળ રીતે ચૂંટણી અભિયાન ચલાવી ‘ચલો પલટાઈ’ સાથે ડાબેરોના 25 વર્ષ જુના અને મજબુત ગઢના કાંગરે કાંગરા ખેરવી નાખ્યાં. આવુ પીએમ મોદીના ચમત્કારીક નેતૃત્વ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ચાણક્યનીતિના કારણે શક્ય બન્યું.