Prime Minister Narendra Modi Ignore To Sadhvi Pragya
  • Home
  • Featured
  • PM મોદીએ આ મહિલા નેતાનું અભિવાદન ઝીલ્યું નહીં અને અચાનક જ કેમ ફેરવી દીધું મોં?

PM મોદીએ આ મહિલા નેતાનું અભિવાદન ઝીલ્યું નહીં અને અચાનક જ કેમ ફેરવી દીધું મોં?

 | 9:16 am IST

સંસદનાં સેન્ટ્રલ હોલમાં શનિવારના રોજ NDAના નેતાની પસંદગી કર્યા બાદ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં હાજર તમામ સાંસદોએ શુભેચ્છા પાઠવી. પરંતુ એક ખાસ તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું. ભોપાલથી ભાજપની ટિકિટ પરથી ચૂંટાયેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની મોદી અવગણના કરતા દેખાયા.

અસલમાં લોકસભા ચૂંટણી ખત્મ થયાના બે દિવસ પહેલાં નાથુરામ ગોડસેને રાષ્ટ્રભકત ગણાવી સાધ્વી પ્રજ્ઞાએ પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દીધા હતા અને તેના લીધે ભાજપને ચારેબાજુથી આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન રજૂ કરાયું. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેને લઇ જે પણ વાતો કરાઇ છે, તે ભયંકર ખરાબ છે. આ વાતો સંપૂર્ણરીતે ધૃણાના લાયક છે. સભ્ય સમાજની અંદર આ પ્રકારની વાતો ચાલતી નથી. પીએમ મોદીએ કહ્યું કે ભલે આ મામલામાં તેમણે (સાધ્વી પ્રજ્ઞા) માફી માંગી લીધી હોય, પરંતુ હું મારા મનથી તેમને કયારેય માફ કરી શકીશ નહીં.

માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞાએ ચૂંટણી પ્રચાર દરમ્યાન કહ્યું હતું કે નાથુરામ ગોડસે દેશભકત હતા, છે અને રહેશે. તેના પર ભાજપમાં કિરકિરી થઇ હતી અને આખા વિપક્ષે ભાજપને આડા હાથે લીધો હતો. કિરકિરી બાદ સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં વિવાદ વકરી ચૂકયો હતો. પહેલાં અમિત શાહનું નિવેદન આવ્યું અને પછી ત્યારબાદ નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું.

વાત એમ છે કે સાધ્વી પહેલેથી જ મુસીબતમાં ફસાઇ ચૂકયા છે. ત્યારબાદ મોદીને કહેવું પડ્યું હતું કે તેઓ તેમને દિલથી માફ નહીં કરી શકે. હજુ તો સાધ્વી પર ભાજપના અનુશાસન સમિતિની કાર્યવાહીની તલવાર પણ લટકેલી છે. એવામાં સાધ્વીને મોદીની અનદેખી મહત્વપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન