PM Narendra Modi In Bjp National Convention Second Day, Attack On Congress On Ayodhya Case
  • Home
  • Featured
  • PM મોદીનું લોકોને આહ્વાન : જે રીતે ઘરના સેવક નીમો છો, એ જ રીતે પ્રધાનસેવક નક્કી કરો

PM મોદીનું લોકોને આહ્વાન : જે રીતે ઘરના સેવક નીમો છો, એ જ રીતે પ્રધાનસેવક નક્કી કરો

 | 3:54 pm IST

દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રિય અધિવેશનના બીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર રીતસરના વરસી પડ્યાં હતાં. વડાપ્રધાને એક એક આરોપોના જવાબ આપ્યા હતા. તો કોંગ્રેસના સાશન દરમિયાન તેમના વિરૂદ્ધ ચલાવવામાં આવેલી નીતિઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસે તેમને 12 -12 વર્ષ સુધી હેરાન પરેશાન કર્યા છે, પરંતુ તેમને કાયદા અને સંસ્થાઓ પર વિશ્વાસ હતો. આ ઉપરાંત નરેન્દ્ર મોદી ગાંધી પરિવાર પર આરોપોની વણઝાર સર્જી દીધી હતી. વડાપ્રધાને અધિવેશનમાં 2019ની ચૂંટણીમાં જીતનો હુંકાર પણ ભર્યો હતો.

ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી માટે જીવ રેડી દેવાનું આહ્વાન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ લડાઈ સલ્ત્તનત અને સંવિધાનમાં આસ્થા રાખનારાઓ વચ્ચેની છે. એક બાજુ એ લોકો છે જે કોઈ પણ રીતે પોતાની સલ્તનત બચાવવાની ફિરાકમાં છે અને એક તરફ અમે છીએ જે સંવિધાન માટે લડીએ છીએ. વડાપ્રધાને મહગઠબંધનને લઈને પન વિરોધી પાર્ટીઓ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના વિરૂદ્ધમાં ઉભી થયેલી અને એક-બીજાનો વિરોધ કરનારી પાર્ટી આજે એક વ્યક્તિની હરાવવા માટે સાથે આવી રહી છે.

વિકાસના દરેક કામમાં રોડા નાખે છે કોંગ્રેસ

વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા વિકાસના દરેક કામમાં વિઘ્ન ઉભા કરવાની છે. મેક ઈન ઈન્ડિયાની વાત હોય, જીએસટીની વાત હોય, સ્વચ્છ ભારતની વાત હોય કોંગ્રેસ હંમેશા વિરોધ જ કરે છે. કોંગ્રેસ બેઠકોમાં તો જીએસટીનું સમર્થન કરે છે પરંતુ મધ્ય રાત્રીએ બોલવવામાં આવેલા સંસદના સત્રમાંં તેનો બહિષ્કાર કરે છે.

અખિલેશ-માયાવતી ઉપરાંત ગઠબંધન પર આકરા પ્રહાર

અહીં વડપ્રધાન અખિલેશ અને માયાવતની ગઠબંધન ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, એક કહેવત છે કે- જે ઉંઘતુ હોય તેને જગાડી શકાય છે. પરંતુ જે જાગી ગયું છે અને છતા ઉંઘવાનો ડોળ કરે છે તેને ઉઠાડી શકાય નહીં. જે પક્ષનો જન્મ કોંગ્રેસના કારણે અને કોંગ્રેસ વિરોધ કરવા માટે થયો હતો તેવા જ વિરોધી પક્ષો આજે એક થઈ રહ્યા છે. તેલંગાણામાં ગઠબંધનનો ખૂબ ખરાબ રીતે પરાજય થયો છે અને કર્ણાટકમાં જ્યાં સરકાર બની છે ત્યાંના મુખ્યમંત્રી કહે છે કે, તેઓ ક્લર્ક બનીને રહી ગયા છે. હજી આ તો ગઠબંધનનું ટ્રેલર છે, ફિલ્મ આવવાની તો બાકી છે. આવું પહેલી વખત થઈ રહ્યું છે કે, માત્ર એક વ્યક્તિનો વિરોધ કવા માટે બધા એખ થઈ રહ્યા છે. આમના ઈરાદા શું છે તે આપણે સમજવાના છે કે આ લોકો ભેગા થઈને એક મજબૂરી વાળી સરકાર બનાવવા માગે છે જેથી તેમની દુકાન ચાલતી રહે. તેઓ એવી મજબૂર સરકાર બનાવવા માંગે છે કે, તેમના પોતાના લોકોનું ભલુ થાય પરંતુ જનતા એવી મજબૂત સરકાર ઈચ્છે છે જેનાથી દેશના ખેડૂતો સશક્ત બની શકે. મોદીએ કહ્યું કે, આ મજબૂર સરકાર ઈચ્છે છે કે, ફરી કોમનવેલ્થ ગેમ જેવા કૌભાંડ થઈ શકે જ્યારે મજબૂત સરકાર ઈચ્છે છે કે, દેશના ખેડૂતોની સ્થિતિમાં સુધારો આવે. તેઓ પક્ષને જોડી રહ્યા છે અને અમે જનતાનું દિલ જોડવા ઈચ્છીએ છીએ.

ખેડૂતોનો ઉદ્ધાર અમારૂ લક્ષ્ય

મોદીએ કહ્યું, અમે જ્યારે ખેડૂતોની વાત કરીએ છીએ ત્યારે પહેલાની સત્ય હકીકતો સ્વીકારવી જરૂરી હોય છે. પહેલા જેમની પાસે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી હતી તેમણે શોર્ટકર્ટ કાઢ્યા. તેમણે ખેડૂતોને માત્ર મતદાતા બનાવી દીધા. અમે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા માગીએ છીએ. ખેડૂતો સામે જેટલી સમસ્યાઓ છે અમે તેટલી જ ગંભીરતાથી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અન્નદાતાને અમે નવી ઉર્જાના નવા વાહક બનાવવા માંગીએ છીએ. તેમને સશ્કત કરવા માટે ખૂબ ઈમાનદારીથી પ્રયત્નો કરી રહ્યા છીએ.

મારી સરકારમાં કોઈ જ ભ્રષ્ટાચાર નહીં

ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. અમારા પહેલાંની સરકારે દેશને ખૂબ અંધારામાં ધકેલી દીધો છે. જો હું કહું તે ભારતે 2004થી 2014ના મહત્વના 10 વર્ષો કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપોમાં ગુમાવી દીધા છે તો તે ખોટું નથી.

સ્વતંત્રતા પછી જો સરદાર પટેલ દેશના પહેલાં વડાપ્રધાન બનત તો દેશની તસવીર કંઈક અલગ જ હોત. આજે હું કહેવા માંગુ છું કે, જો અટલી જ પણ દેશના વડાપ્રધાન રહ્યા હોત તો પણ આજે ભારત ક્યાંક હોત.

મોદીએ કહ્યું, અમે સંસદમાં એનિમી પ્રોપર્ટી એક્ટ લાવ્યા, કોંગ્રેસ અને મહાગઠબંધનના સાથીઓએ તેનો વિરોધ કર્યો. અમે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ લાવ્યા. તેઓ ફરી વિરોદ કરી રહ્યા છે. અમે કોર્ટના આદેશ અંર્તગત એનઆરસી લઈને આવ્યા તો તેનો પણ વિરોધ થઈ રહ્યો છે. અમે ત્રિપલ તલાક બિલ લાવ્યા તો તેનો પણ વિરોધ થઈ રહ્યો છે.

અયોધ્યા મામલે પણ કોંગ્રેસ અડચણો ઉભી કરે છે

અયોધ્યા કેસમાં જ જોઈ લો, કોંગ્રેસ તેમના વકીલોના માધ્યમથી ન્યાય પ્રક્રિયામાં અચડણ ઉભી કરી રહ્યા છે. કોંગ્રેસ દેશના મુખ્ય ન્યાયાધીશને મહાભિયોગથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે કોંગ્રેસનું આ વલણ ન ભૂલવા માગીએ છીએ અને ન કોઈને ભૂલવા દઈશું.

હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે મને ખુબ હેરાન કર્યો

અમુક રાજ્યોમાં સીબીઆઈના ઓફિસર્સને આવવાની અને તપાસ કરવાની મંજૂરી નથી. તેમને કઈ વાતનો ડર છે? ગુજરાતમાં જ્યારે હું સીએમ હતો ત્યારે 12 વર્ષ સુધી સતત કોંગ્રેસ અને તેમના સાથીઓએ અમને દરેક રીતે પરેશાન કર્યા છે. તેમની એક પણ એવી એજન્સી નહતી જેમણે મને પરેશાન ન કર્યો હોય.

2007માં કોંગ્રેસના નેતા જેઓ મંત્રી હતા તે ગુજરાતમાં આવ્યા હતા અને ચૂંટણી સભામાં કહ્યું હતું કે, થોડા મહિનાઓમાં મોદી જેલમાં જતો રહેશે. તે સમયે કોંગ્રેસનો એક માત્ર એજન્ડા હતો મોદીને ફસાઓ. અમિતભાઈને પણ જેલમાં નાખી દીધા હતા. ત્યારે પણ અમે આવો કોઈ નિયમ નહતો બનાવ્યો કે, સીબીઆઈ અમારા રાજ્યમાં પ્રવેશી ન શકે. ત્યારે અમારી પાસે પણ સત્તા હતા પરંતુ અમે સત્ય અને કાયદામાં વિશ્વાસ રાખીએ છીએ.

પોતાને કાયદા અને સંસ્થાઓ કરતા પણ ઉપર સમજે છે કોંગ્રેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તે પોતાને દેશની દરેક સંસ્થાઓથી ઉપર સમજે છે. વડાપ્રધાને કહ્યું હતું કે, તેમને કાયદો અને સંસ્થાઓની કોઈ જ પરવાહ નથી. તેણે પોતાને હંમેશા દરેક સંસ્થાઓ કરતા ઉપર જ ગણી છે. તે કોઈની પરવાહ નથી કરતી પછી ચૂંટણી પંચ હોય, તપાસ એજંસીઓ હોય કે સુપ્રીમ કોર્ટ હોય. કોંગ્રેસ પોતાના વકીલોના માધ્યમથી ન્યાય પ્રક્રિયામાં વિધ્નો ઉભા કરવાના પ્રયાસ કરે છે. મુખ્ય ન્યાયાધીસને હટાવવા માટે મહાભિયોગ લાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ અયોધ્યા મામલે સમાધાન જ નથી ઈચ્છતી.

https://twitter.com/ANI/status/1084018598400667649

કોંગ્રેસનો એક જ એજંડા – મોદીને ફસાવો

વડાપ્રધાને કહ્યું હતું કે, યૂપીએ સરકારનો તો એકમાત્ર એજંડા હતો કે કોઈ પણ રીતે મોદીને ફસાવો, અમિત ભાઈને તો જેલમાં પણ ધકેલી દીધેલા. પરંતુ અમે કોઈ નિયમ ના બનાવ્યા કે સીબીઆઈ રાજ્યમાં ના પ્રવેશી શકે. અમને સત્ય એન કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. બીજી બાજુ આ લોકોના કાળા કારમાનો સામે આવવાથી ડરેલા છે. કમ સે કમ દેશની અદાલતો પર તો વિશ્વાસ રાખો. આજે સીબીઆઈ સ્વિકાર્ય નથી, કાલે બીજી કોઈ સંસ્થા અસ્વિકાર્ય હશે. સેના, સુપ્રીમ કોર્ટ, મુખ્ય ન્યાયાધીસ સૌ કોઈ ખોટા. તેમની સલ્તનત વિરૂદ્ધ જે કંઈ પણ નહીં હોય તેનો તેઓ વિરોધ કરે છે. વડાપ્રધાને કહ્યું હતું કે, આ લડાઈ સલ્તનત અને સંવિધાનમાં આસ્થા રાખનારાઓ વચ્ચેની છે. એક તરફ એ લોકો છે જે સલ્તનત બચાવવા માટે લડે છે જ્યારે અમે એક એવા છીએ જે બંધારણ માટે લડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન