PM narendra modi lays foundation stone of Asia's largest airport
  • Home
  • Featured
  • એશિયાના સૌથી મોટા એરપોર્ટનો શિલાન્યાસ, PMએ કહ્યું, અમારે ફક્ત ફોટા…

એશિયાના સૌથી મોટા એરપોર્ટનો શિલાન્યાસ, PMએ કહ્યું, અમારે ફક્ત ફોટા…

 | 3:55 pm IST
  • Share

  • હવે ઉત્તર પ્રદેશને કોઈ મેણા નહીં મારે: પીએમ મોદી
  • સીએમ યોગીએ અહીંની તસવીર બદલી નાખી
  • ઉત્તર પ્રદેશ એટલે ઉત્તમ પ્રદેશ, ઉત્તમ રોકાણ થઈ ગયું

 

પ્રધાનમંત્રીએ મોદીએ આજે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, અમારી રાષ્ટ્રસેવાની નીતિ સામે કેટલાક રાજનીતિક દળોની સ્વાર્થીનીતિ નહીં ચાલે. ડબલ એન્જીનની સરકારથી યૂપીનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, દેશનો સામાન્ય માણસ પણ હવાઈ મુસાફરી કરી શકે તેનું સપનુ ઉડાન યોજનાએ પુરુ કર્યું છે. યૂપી રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય છાપ છોડી રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ અમારો મંત્રી છે. ભારતને ભટકાવવાની બહુ કોશીશ થઈ પરંતુ ભારત વિકાસના રસ્તેથી પાછળ નહીં હટે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મોદી અને યોગી ઈચ્છત તો 2017માં ચૂંટણી જીતવા જીત્યા બાદ અમે નોઈડા એરપોર્ટનો શિલાન્યાસ કરી શક્યા હોત. ફોટો પડાવી લેત પરંતુ અમારે ફક્ત કાગળ પર લીટીઓ નહીં કરવી કેમ કે આ ભારતના વિકાસની જવાબદારી હતી. અમે એ નક્કી કર્યું છે કે, પ્રોજેક્ટ અટકે નહીં ભટકે નહીં. અમે એ નક્કી કરીએ છીએ કે, આ કામ નક્કી કરેલા સમયે કામ પુરુ થાય. મોડું થવા પર અમે દંડની જોગવાઈ રાખી છે.

શા માટે ખાસ છે જેવર એરપોર્ટ

આ એરપોર્ટ ઉત્‍તર પ્રદેશનું ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. દેશમાં હજુ સુધી તમિલનાડુ અને કેરલ પણ આવા રાજ્ય છે જ્યાં 4-4 આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા છે. રાજ‍યમાં 2012 સુધી માત્ર 2 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. 20 ઓક્ટોબરના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયા બાદ કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક શરૂ થયું ત્યારે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા બની રહ્યું છે જ્યાં આગામી વર્ષ સુધી સેવાઓ શરૂ થઈ રહી છે. આ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું ચોથા સૌથી મોટું એરપોર્ટ હશે.

કોણ બનાવશે જેવર એરપોર્ટ

Noida International Airport ના નિર્માણ માટેની જવાબદારી જ્યુરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલ એજીને સોંપવામાં આવી છે.

એરપોર્ટ બનવામાં કેટલો ખર્ચ થશે

ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે તો તેના માટે અનેકગણો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે. આ માટે યૂપી સરકારે ફેબ્રુઆરી 2021માં 2000 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરાઈ હતી. આ સાથે તેને પૂરું થવા માટે 29,650 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.

કેટલી જમીન પર બની રહ્યું છે જેવર એરપોર્ટ

આ એરપોર્ટનું નિર્માણ 5845 હેક્ટર જમીન પર થઈ રહ્યું છે. અહીંથી એક સાથે 178 વિમાન ઉડાન ભરી શકશે. પહેલા ચરણમાં તેના નિર્માણમાં 1334 હેક્ટર જમીન યૂઝ કરાશે. નિર્માણનું કામ 4 ચરણમાં પૂરું કરાશે.

એરપોર્ટ પર કેટલા રન વે હશે

હાલમાં આવી રહેલા રિપોર્ટ અનુસાર જેવર એરપોર્ટ પર કુલ 5 રન વે હશે. શરૂઆતમાં અહીંથી 1 કરોડ 20 લાખ યાત્રીઓ મુસાફરી કરી શકશે. પહેલા વર્ષે 40 લાખ યાત્રીઓની મુસાફરીની શક્યતા છે.

ક્યારે શરૂ થશે જેવર એરપોર્ટ

જેવર એરપોર્ટ સપ્ટેમ્બર 2024માં શરૂ થવાની આશા છે. તેના બનવાથી દિલ્હી એરપોર્ટનો ટ્રાફિક લોડ ઘટશે. હવાઈ મંત્રાલયના રિપોર્ટ અનુસાર લગભગ 35 હજાર યાત્રી દિલ્હીથી નોઈડા એરપોર્ટની તરફ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો