PM Narendra Modi likely to visit Serum Institute in Pune
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ભારતને ટૂંક સમયમાં જ મળી જશે કોરોનાની રસી, PM મોદી લેશે સીરમની મુલાકાત

ભારતને ટૂંક સમયમાં જ મળી જશે કોરોનાની રસી, PM મોદી લેશે સીરમની મુલાકાત

 | 1:34 pm IST
  • Share

દેશ કોરોના રસી (Corona Vaccine)ની કાગડોળે રાહ જોઇ રહ્યું છે. આ બધાની વચ્ચે પૂણે (Pune) ની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India)એ કોવિશીલ્ડ વેક્સીન (Covishield Vaccine)ના પ્રોડક્શનનું કામ ઝડપી કરી દીધું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની તૈયારીઓની ભાળ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી નવેમ્બરના રોજ પૂણે જશે. તેની પુષ્ટિ પૂણેના ડિવિઝનલ કમિશ્નરે કરી છે.

આપને જણાવી દઇએ કે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા કોવિશીલ્ડ નામની વેક્સીનનું ઇન્ડિયામાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરી રહ્યું છે જ્યારે આ રસીને બનાવનાર ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા (Oxford University and Astrazeneca) એ બીજા દેશોમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ ખત્મ કરી દીધું છે અને વેક્સીન અપ્રૂવલ માટે યુકે ઓથોરિટી સામે પ્રપોઝલ મોકલ્યું છે.

સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા એ રસીના પ્રોડક્શનનું કામ ઝડપી કરી દીધું છે. કેટલાંય લાખ ડોઝ તૈયાર છે. જેને લીલી ઝંડી મળતા જ સીરમ ઇન્સ્ટિટ્યુટના વેક્સીન માર્કેટમાં આવી જશે. આ બધી તૈયારીઓને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂણેના સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયામાં 28મી તારીખના રોજ જશે. એ દિવસે કેટલીક જાહેરાતો પણ કરી શકે છે.

આની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ પર મંગળવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીની સાથે બેઠક કરી. આ દરમ્યાન કોરોનાના વધતા કેસ અને રસી જેવા મુદ્દા પર ચર્ચા થઇ. પીએમ મોદીએ કહ્યું કે જો મુખ્યમંત્રીઓની પાસે બીજા કોઇ સૂચનો છે તો લેખિતમાં અમને આપી દે.

કોરોનાની રસી પર પીએમ મોદીએ કહ્યું કે કેટલાંક લોકો આ મુદ્દા પર રાજનીતિ કરી રહ્યા છે. પરંતુ કોઇને રાજનીતિ કરવાથી રોકી શકતા નથી. પીએમે કહ્યું કે રસી પ્રાથમિકતાના આધાર પર કોને અપાશે એ પણ રાજ્યોની સાથે મળીને નક્કી કરાશે. દરેક રાજ્યના સૂચનો તેમાં ખૂબ જ મહત્વના હશે. કારણ કે આખરે તેનો અંદાજો છે કે તેમના રાજ્યોમાં આ કેવી રીતે થશે.

આ વીડિયો પણ જુઓ : રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ આપી અહેમદ પટેલને અંતિમ વિદાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન