PM Narendra Modi May visit US in September Month ‘Howdy-Modi’
  • Home
  • Featured
  • ‘Howdy Modi’: USમાં ભારતીય સમુદાય ખાસ અંદાજમાં કરશે PM મોદીનું સ્વાગત, જાણો વિગત

‘Howdy Modi’: USમાં ભારતીય સમુદાય ખાસ અંદાજમાં કરશે PM મોદીનું સ્વાગત, જાણો વિગત

 | 3:46 pm IST

અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના લોકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું નામ ‘હાઓડી મોદી’(Howdy Modi) રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરના રોજ થશે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

આપને જણાવી દઈએ કે દક્ષિણ પશ્ચિમ અમેરિકામાં દોસ્તાના અંદાજમાં એક-બીજાને ‘હાઓડી’ (Howdy) કહેવાનું ચલણ છે. હાઓડી અંગ્રેજી શબ્દ હાઉ ડૂ યૂ ડૂ(How do you do)નું સંક્ષિપ્ત રૂપ છે. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના હજારો લોકો ભાગ લેશે એવી સંભાવના છે. જોકે ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ ટિકિટ નથી. કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકોએ માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સૂત્રો મુજબ આ કાર્યક્રમમાં પીએમ મોદીના ભાષણ સિવાય ભારતીય-અમેરિકી સંબંધોને દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. જેનું લાઇવ બ્રોડકાસ્ટ કરવામાં આવશે. Howdy Modiનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ મોદી આ મુલાકાત દરમિયાન યુએન જનરલ એસેમ્બલીની મીટિંગમાં પણ સામેલ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન