PM મોદીએ શેર કર્યો યુવાનોને શરમાવતો ફિટનેસ ચેલેન્જ Video, આ નેતાને આપી ચેલેન્જ - Sandesh
  • Home
  • Featured
  • PM મોદીએ શેર કર્યો યુવાનોને શરમાવતો ફિટનેસ ચેલેન્જ Video, આ નેતાને આપી ચેલેન્જ

PM મોદીએ શેર કર્યો યુવાનોને શરમાવતો ફિટનેસ ચેલેન્જ Video, આ નેતાને આપી ચેલેન્જ

 | 9:30 am IST

ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરાયેલ ફિટનેસ ચેલેન્જને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હવે સ્વીકારી લીધી છે. બુધવારના રોજ વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો રજૂ કર્યો. જેમાં મોદી અલગ-અલગ પ્રકારના યોગાભ્યાસ કરી રહ્યાં છે.

વીડિયોમાં વડાપ્રધાન પાર્કમાં અલગ-અલગ પ્રકારનો અભ્યાસ કરી રહ્યા છે. પીએમએ તેની સાથે જ કર્ણાટકના નવા મુખ્યમંત્રી એચડી.કુમારસ્વામી અને ખેલાડી મનિકા બત્રાને નોમિનેટ કર્યા છે. આપને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ નૉમિનેટ કર્યા હતા.


વડાપ્રધાને લખ્યું કે હું મારી મૉર્નિંગ એક્સરસાઇઝનો વીડિયો રજૂ કરી રહ્યો છું. યોગથી અલગ હું પ્રકૃતિથી જોડાયેલ પંચતત્વથી પણ પ્રભાવિત છું. આ ખૂબ જ રિફ્રેશ ફીલ કરાવે છે.


આપને જણાવી દઇએ કે ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની ‘ફિટનેસ ચેલેન્જ’ સ્વીકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પોતાની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરતાં તેમને પડકાર્યા હતા. અનુષ્કા શર્મા પહેલાં જ કોહલીની આ ચેલેન્જ પૂરી કરી ચૂકી છે.

રાઠોડે દેશમાં ફિટનેસને લઇ જાગૃતતા અભિયાનની અંતર્ગત વ્યાયામ કરતાં પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને ખેલ અને સિનેમા જગતની કેટલીય મુખ્ય હસ્તીઓને ટેગ કરતાં તેમને પણ આ અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી હતી.

કોહલીએ ટ્વીટ કર્યું હતું, ‘મેં રાજ્યવર્ધન રાઠોડ સરની ‘ફિટનેસ ચેલેન્જ’ સ્વીકારી લીધી છે. હવે હું મારી પત્ની અનુષ્કા શર્મા, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી અને મહેન્દ્ર સિંહ ધોનીભાઇને પડકાર આપવા માંગીશ.’ કોહલીએ સાથે પોતે વ્યાયામ કરતો વીડિયો પણ મૂકયો છે.