PM Narendra Modi, Putin reiterates their Strong Commitment to further strengthen India-Russia partnership
  • Home
  • Featured
  • યુદ્ધની ધમકીઓ આપતા ડ્રેગનને સ્પષ્ટ સંદેશ, ભારતના ખાસ મિત્રનો PMને આવ્યો ફોન

યુદ્ધની ધમકીઓ આપતા ડ્રેગનને સ્પષ્ટ સંદેશ, ભારતના ખાસ મિત્રનો PMને આવ્યો ફોન

 | 5:26 pm IST

ચીન સાથે સરહદી મામલે ભારે તણાવ ચાલી રહ્યો છે. છેલ્લા 45 વર્ષમાં લદ્દાખ સરહદે સૌથી ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. વિસ્તારવાદી ચીનની દાદાગીરી સામે અમેરિકા-ફ્રાંસ-જાપાન સહિત દુનિયાના અનેક શક્તિશાળી દેશો ભારતના સમર્થનમાં ઉતરી આવ્યા છે ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત સામરિક ભાગીદારી મજબુત બનાવવાની વાત જણાવતા બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ ઉપર વાતચીત થઈ હતી. પુતિન અને મોદી તે વાત ઉપર ખુશી જાહેર કરી કે કોવિડ-19ની વચ્ચે બંને દેશોમાં સંવાદ બની રહ્યો છે. મોદી અને પુતિન વચ્ચે તેવા સમયે વાતચીત થઈ જ્યારે ભારત અને ચીનની વચ્ચે સીમા ઉપર તણાવ ચરમસીમાએ છે.

પીએમ નરેન્દ્ર મોદીએ બંને દેશોના સંબંધોને મજબુતી દેવામાં વ્યક્તિગત પ્રતિબદ્ધતાને લઈને આભાર માન્યો હતો. પીએમએ પુતિનની દ્વિપક્ષિય વાતચીત માટે ભારત આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે. વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, બંને દેશોની વચ્ચે વાતચીત માટે તારીખ નક્કી કરશે. પીએમે પુતિનને એસસીઓ અને બ્રિક્સ સંમેલનની સફળતાપૂર્વક આયોજન કરવા માટે ધન્યવાદ આપ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, પેંગોગ લેક, લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ સહિત ચીનને અડતી સરહદે ભારે તણાવની સ્થિત્તિ છે. ચીન આ વિસ્તારોમાં ઘુષણખોરી કરવાની ફિરાકમાં છે જેને ભારત વારંવાર નિષ્ફળ બનાવતુ આવ્યું છે. આ વખતે ચીનની કોઈ જ કારી ફાવી નથી. જેથી ચીન રઘવાયુ થયુ છે વારંવાર યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે. ભારતે પણ ચીનને વળતો જવાબ આપવા સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે અને હજારો સૈનિકો ચીનની સરહદે ખડકી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન