PM Modi special Aircraft will belong to Air Force One not Air India
  • Home
  • Featured
  • હવે એર ઈન્ડિયાના વિમાનનો ઉપયોગ નહીં કરે PM મોદી, તૈયાર થયો નવો જ પ્લાન

હવે એર ઈન્ડિયાના વિમાનનો ઉપયોગ નહીં કરે PM મોદી, તૈયાર થયો નવો જ પ્લાન

 | 4:32 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્પેશિયલ વિમાન હવે બદલાઈ શકે છે. હાલ વડાપ્રધાન એર ઈન્ડિયાના વિમાનનો ઉપયોગ કરે છે. પરંતુ હવે તે બદલઈને એરફોરનું હોઈ શકે છે. આ વિમાનની ખાસ વાત એ છે કે, આ વિમાન પર કોઈ પણ પ્રકારની મિસાઈલની કોઈ જ અસર નહીં થાય. આ નિર્ણયને અંતર્ગત જ લાંબુ અંતર કાપવામાં સક્ષમ બોઈંગ કંપનીના 2 777-300ER વિમાન એર ઈન્ડિયાને નહીં મળે પણ ભારતીય વાયુસેનામાં શામેલ કરવામાં આવશે.

એક જાણીતા સમાચારપત્રના જણાવ્યા પ્રમાણે, આ વિમાનમાં એંટિ મિસાઈલ ટેક્નોલોજી રહેશે. અત્યાર સુધી અમેરિકાના રાષ્ટ્રપત ડૉનાલ્ડ ટ્રમ્પ બોઈંગ 747-200B વિમાનનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ હવે ભારતના વડાપ્રધાન મટે પણ બોઈંગ 777-300ER વિમાન લાગવાની તૈયારીઓ પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. આ વિમાનને એર ઈન્ડિયાના બદલે ભારતીય વાયુસેનાના નિયંત્રણમાં રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે બોઈંગ 777 વિમાનોને ખરીદનારી કંપની પર નિર્ણય લેવાનો હજી બાકી છે. જો આમ થશે તો વડાપ્રધાનના વિમાનની કોલ સઈન પણ એર ઈન્ડિયા વન વિમાનથી એર ફોર્સ વન થઈ જશે.

બે બોઈંગ 777-300ER વિમાન ખરીદવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, તેનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ પણ કરશે. અત્યાર સુધી આ તમામ મહાનુભાવો એર ઈન્ડિયાના બોઈંગ બી 747 વિમાનનો ઉપયોગ કરતા હતાં. કહેવાય છે કે, સુરક્ષાના મામલે આ વિમાન અમેરિકાના રાષ્ટ્રપતિના વિમાનની બરોબર હશે. આ વિમાનની ખાસિયત એ હશે કે, તે એકવાર ઈંધણ ભર્યા બાદ ભારતથી અમેરિકા વચ્ચેનું અંગર એક જ વારમાં કાપી શકશે.

19 કરોડ ડૉલરમાં થઈ સમજુતી

આ વિમાનમાં લગાવવામાં આવનારા બે મિસાઈલ ડિફેંસ સિસ્ટમ વેચવા માટે અમેરિકા સહમત થઈ ગયું છે. એંટિ મિસાઈલ ટેક્નિકને નવા વિમાનમાં લગાવવાને લઈને લગભગ 19 કરોડ ડૉલરની સમજુતી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન