PM મોદી સવારમાં અચાનક પહોંચ્યા દિલ્હી AIIMS, વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ કહ્યું કે…

કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું હતું કે, આજે મેં દિલ્હી એઈમ્સમાં કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. સાથે જ તેમણે યોગ્યતા ધરાવતા લોકોને વેક્સીનના ડોઝ લેવાની અપીલ કરતા કહ્યું છે કે, ટીકાકરણ આપણી પાસે કોરોના વાયરસને હરાવવામાં સૌથી સારી રીતમાંની એક છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીન ‘કોવેક્સીનનો બીજો ડોઝ પણ પોડુચેરીની સિસ્ટર નિવેદાએ આપી હતી. તે સાથે જ પંજાબની નર્સ નિશા શર્મા પણ હાજર રહી હતી. સિસ્ટર નિવેદાએ કહ્યું હતું કે, મને બીજી વાર પ્રધાનમંત્રીને મળવાની તક મળી જેથી હું ખુશ છું. મેં તેમની સાથે ફોટો પણ લીધો હતો.
#WATCH: Prime Minister Narendra Modi took his second dose of the #COVID19 vaccine at AIIMS Delhi today.
PM Modi received the first dose of Bharat Biotech's COVAXIN on March 1. pic.twitter.com/w4f91EMywT
— ANI (@ANI) April 8, 2021
નર્સ નિશા શર્માએ કહ્યું હતું કે, આજે સવારે જ અમને જાણવા મળ્યું હતું કે, પ્રધાનમંત્રીને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવાનો છે. આ જાણી ખુબ જ આનંદ થયો. નિશાએ કહ્યું હ્તું કે, પીએમ મોદીએ અમને પુછ્યું હ્તું કે તમે ક્યાંથી છો? તેમણે અમારી સાથે વાતો કરી હતી અને સેલ્ફી પડાવી હતી. મને ગર્વ છે કે મને પીએમ મોદીને મળવાનો મોકો મળ્યો.
I have given the second dose of COVAXIN to our Prime Minister Narendra Modi today. He spoke to us. It was a memorable moment for me as I got to meet him and vaccinate him: Sister Nisha Sharma who inoculated PM Modi today. pic.twitter.com/1lkpTU7UHm
— ANI (@ANI) April 8, 2021
I am the vaccinator who gave the first dose of COVAXIN to PM Narendra Modi. Today I got another opportunity to meet him & vaccinate him for the second time. I was elated again. He spoke to us, we even clicked pictures with him: Sister P Niveda who vaccinated PM Modi today. pic.twitter.com/1k7PTezeqE
— ANI (@ANI) April 8, 2021
પીએમ મોદીએ 1લી માર્ચે લીધી હતી વેક્સીન
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ 1લી માર્ચે લીધો હતો. તે દિવસે પણ તેઓ વહેલી સવારે અચાનક જ દિલ્હી સ્થિત એઈમ્સ પહોંચ્યા હતાં. તેમણે ભારત બાયોટેકની ‘કોવેક્સીન’ લગાવી હતી. દિલ્હી સ્થિત એઈમ્સમાં કામ કરનારી પુડુચેરીની નર્સ પી નિવેદાએ પીએમ મોદીને કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન